ધર્મ/ શ્રાવણ માસ માં કરો આ કરો જેમના થી જીવનમાં આવશે અનેક ફેરફારો

શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. વાસ્તુ અનુસાર, શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે; અને હૃદયરોગ પણ દૂર થાય છે

Dharma & Bhakti
Untitled 73 શ્રાવણ માસ માં કરો આ કરો જેમના થી જીવનમાં આવશે અનેક ફેરફારો

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ મહત્વ રહેલું છે. આ પવન મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો અનન્ય ભક્તિ જ છે. શ્રાવણ મહિનામાં પૂરી શ્રદ્ધા સાથે ભગવાન શિવની પૂજા – અર્ચના કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શ્રાવણ મહિનામાં અમુક વિશેષ પૂજા કરવાથી ધન લાભ થાય છે. વાસ્તુમાં દરેક સમસ્યાનો હલ છુપાયેલો છે. વાસ્તુદોષને લીધે પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલી આવી શકે છે. શ્રાવણ મહિનામાં આ પૂજા કરવાથી આરોગ્યની સાથે આર્થિક સ્થિતિ પણ સુધરી જાય છે.

શ્રાવણ એ ભગવાન શિવનો પ્રિય મહિનો છે. વાસ્તુ અનુસાર, શ્રાવણ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે; અને હૃદયરોગ પણ દૂર થાય છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા દુર થાય છે. સકારાત્મકતાનો સંચાર થાય છે. પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

વાસ્તુ અનુસાર, શ્રાવણમાં આર્ટીફિશિયલ વોટર ફાઉન્ટેન લગાવી શકાય છે. ઘરની પૂર્વ- ઉતર દિશામાં જળનો સ્ત્રોત લગાવી શકાય છે. જેનાથી ઘરની તમામ નકરાત્મક ઉર્જા દૂર થાય છે. ઘર- પરિવારમાં સુખ- શાંતિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે

ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. વસ્તુ અનુસાર, શ્રાવણમાં ઘરની ઉતર દિશામાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. આવું કરવાથી, ઘર- પરિવારમાં ખુશહાલી બની રહે છે. કુંવારી કન્યાઓ જો શ્રાવણમાં તુલસીનો છોડ વાવે તો તેમના લગ્ન જલ્દી થાય છે. મહિનામાં પતિ -પત્નીએ સાથે ભગવાન શિવની પૂજા કરીને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા આવે છે; અને પરેશાનીઓ પણ દૂર થાય છે.

વાસ્તુ અનુસાર, ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. જેનાથી વૈવાહિક જીવનમાં પ્રેમ વધે છે. નિસંતાન લોકોને સંતાનની પ્રાપ્તિ પણ થઇ શકે છે.શ્રાવણ મહિનામાં એક લોટામાં જળ લ્યો, અને તેમાં કાળા તલ નાંખીને પ્રતિદિન શિવલિંગનો અભિષેક કરો. આવું કરવાથી, તમારું સ્વાસ્થ્ય સારું રહે છે.

ધતુરો ભગવાન શિવને સમર્પિત કરો. શ્રાવણમાં ધતુરો વાવવાથી શત્રુ પરાસ્ત થઇ જાય છે. શરીર સ્વસ્થ રહે છે અને જીવનમાં ખુશહાલી આવે છે. સોમવારે શિવલિંગ પર દાડમના રસનો અભિષેક કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ધન લાભ થાય છે. વસ્તુ અનુસાર, શ્રાવણના સોમવારે શિવલિંગ પર સરસવના તેલનો અભિષેક કરવાથી ઘર- પરિવારમાં ખુશહાલી આવે છે, અને સ્વાસ્થ્ય સારું રહે છે.