Not Set/ શું તમે જાણો છો કડવા લીમડાનાં મીઠા ગુણ? જાણો કેવી રીતે વાપરવો લીમડો

કડવો લીમડો એ મીઠાં ગુણ ધરાવતો હોવાથી સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાય છે. તે લગભગ બધી જ જગ્યાએ જાવા મળે છે.તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. કડવો લીમડો એ ખૂબ જ ગુણકારી હોઇ તેના બધા ભાગોનો ઉપયોગ ઔષધી તરીકે થતો હોય છે. કડવા લીમડાનાં મીઠા ગુણ લીમડાનાં તમામ ભાગો કડવા હોય છે […]

Health & Fitness
Neem શું તમે જાણો છો કડવા લીમડાનાં મીઠા ગુણ? જાણો કેવી રીતે વાપરવો લીમડો

કડવો લીમડો એ મીઠાં ગુણ ધરાવતો હોવાથી સ્વાસ્થ્યવર્ધક તરીકે ઓળખાય છે. તે લગભગ બધી જ જગ્યાએ જાવા મળે છે.તેના અનેક ઉપયોગો હોવાથી તેને આરોગ્યના દેવતા નારાયણ માનવામાં આવે છે. કડવો લીમડો એ ખૂબ જ ગુણકારી હોઇ તેના બધા ભાગોનો ઉપયોગ ઔષધી તરીકે થતો હોય છે.

કડવા લીમડાનાં મીઠા ગુણ

લીમડાનાં તમામ ભાગો કડવા હોય છે અને તેની કડવાશ પણ ખૂબ જ તીવ્ર હોય છે પરંતુ તે સાથે તે એટલી ગુણકારી પણ હોય છે.કડવો લીમડો પાંચ ભાગ ધરાવે છે.જેમાં મૂળ,છાલ,પાંદડા,ફૂલ ને ફળ વગેરેનો સમાવેશ થાય છે.જે દરેક રીતે આરોગ્ય માટે ઉપયોગી છે.તેનો સીધો ઉપયોગ ઔષધી તરીકે થઇ શકે છે. લીમડામાં પ્રોટીન, કાર્બાેહાઇડ્રેટ, ફાઇબર, કેÂલ્શયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, કોપર, સલ્ફર, વિટામીન-એ, સી જેવાં સ્વાસ્થ્યવર્ધક તત્વો હોય છે.

કડવા લીમડાના પાંદડાનાં નિયમિત ઉપયોગથી ચામડીની બિમારી તથા કુષ્ઠ રોગ જેવી બિમારીમાં જલ્દીથી રાહત મળે છે.નવજાત શિશુઓને લીમડાના કુમળા પાંદડાઓને વાટીને તેનો રસ નિયમિત રીતે પીવડાવવાથી તેને ઝેરી જીવજંતુઓની અસર થતી નથી. શરીરની ગરમી,ગૂમડાંઓ વગેરેમાં રાહત મેળવવા માટે રોજ સવારે ૨૦થી ૨૫ ગ્રામ લીમડાંના પાન તોડી આખી રાત પલાળી સવારે ૧૦થી ૧૨ ગ્રામ કાળા મરીમાં વાટી તેમાં થોડી ખાંડ મિક્સ કરો.તેને રોજ સવારે નરણાં કોઠે દસ દિવસ સુધી લેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.