Interest Rates/ શું તમે પોતાનુ સપનાનું ઘર ખરીદવા માંગો છો? તો આ સમાચાર તમારા માટે જ છે…

ભારતીય સ્ટેટ બેંકે શુક્રવારે હાઉસિંગ લોનનાં દરમાં 0.30 ટકા સુધીનાં છૂટની જાહેરાત કરી હતી અને પ્રોસેસિંગ ફી પૂરી રીતે માફ કરવાની જાહેરાત કરી છે…

Business
Makar 75 શું તમે પોતાનુ સપનાનું ઘર ખરીદવા માંગો છો? તો આ સમાચાર તમારા માટે જ છે...

ભારતીય સ્ટેટ બેંકે શુક્રવારે હાઉસિંગ લોનનાં દરમાં 0.30 ટકા સુધીનાં છૂટની જાહેરાત કરી હતી અને પ્રોસેસિંગ ફી પૂરી રીતે માફ કરવાની જાહેરાત કરી છે. બેંક દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હોમ લોન પરનાં નવા વ્યાજ દર સિબિલ સ્કોર સાથે જોડાયેલા છે અને 30 લાખ રૂપિયા સુધીની લોન માટે 6.80 ટકાથી શરૂ થાય છે, જ્યારે 30 લાખ રૂપિયાથી વધુની લોન માટેનો વ્યાજ દર 6.95 ટકાથી શરૂ થશે.

Makar 77 શું તમે પોતાનુ સપનાનું ઘર ખરીદવા માંગો છો? તો આ સમાચાર તમારા માટે જ છે...

બેંકે જણાવ્યું હતું કે મહિલા લોન લેનારને 0.05 ટકાની વધારાની છૂટ મળશે. પ્રકાશન અનુસાર, “ઘર ખરીદનારાઓને આકર્ષક છૂટ આપવાના હેતુથી, દેશનાં સૌથી મોટા ઋણદાતા એસબીઆઈએ હાઉસિંગ લોન પર 30 બીપીએસ (0.30 ટકા) અને પ્રોસેસિંગ ફી પર 100 ટકા છૂટની જાહેરાત કરી છે.” બેંકે કહ્યું હતું કે, પાંચ કરોડ રૂપિયા સુધીની લોન માટે આઠ મહાનગરોમાં પણ 0.30 ટકા સુધીની વ્યાજની છૂટ છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકો સરળતાથી યોનો એપ્લિકેશન દ્વારા ઘરેથી અરજી કરી શકે છે અને 0.05 ટકાની વધારાની વ્યાજ રાહત મેળવી શકે છે. બેંકનાં મેનેજિંગ ડિરેક્ટર (રિટેલ અને ડિજિટલ બેંકિંગ) સીએસ સેટ્ટીએ જણાવ્યું હતું કે, અમે માર્ચ 2021 સુધીમાં અમારા સંભવિત હોમ લોન ગ્રાહકોને વળતર વધારીને ખુશ છીએ.

Makar 76 શું તમે પોતાનુ સપનાનું ઘર ખરીદવા માંગો છો? તો આ સમાચાર તમારા માટે જ છે...

નોંધપાત્ર રીતે, ગયા વર્ષે કોરોનાવાયરસ રોગચાળો અને લોકડાઉનને કારણે, લોકોએ મિલકત ખરીદવામાં ઓછી રુચિ દર્શાવી હતી. આવી સ્થિતિમાં હોમ લોન માટે બેંકો વતી નવી ઓફરોની જાહેરાત કરવામાં આવી રહી છે. એસબીઆઈએ પોતાની અખબારી યાદીમાં જણાવ્યું છે કે હોમ ફાઇનાન્સ ક્ષેત્રે માર્કેટ લીડર હોવાના કારણે તે ગ્રાહકોની ભાવનાઓને સમજીને સમયાંતરે રાહતનાં પગલાં લેવાનું ચાલુ રાખશે. આ સિવાય, બેંક સમય-સમય પર હોમ લોન પર વિવિધ પ્રકારની ઓફર્સ આપવાનું ચાલુ રાખશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો