કોમન સર્વિસ સેન્ટર (CSC) એ WhatsApp પર ‘CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક’ નામની નવી સમર્પિત હેલ્પલાઇન શરૂ કરી છે. ડિજિટલ ટેલિકોન્સલ્ટેશન સોલ્યુશનનો ઉદ્દેશ દેશનાં ગ્રામીણ અને દૂરનાં ભાગોમાં રહેતા લોકો માટે છે અને તેમને વિવિધ સેવાઓ માટે એકીકૃત હેલ્પડેસ્ક પ્લેટફોર્મ પ્રદાન કરશે.
આ પણ વાંચો – Covid-19 / ઓમિક્રોનનાં ખતરા વચ્ચે દેશમાં નોંધાયા આટલા કેસ, રિકવરી રેટ 2020 પછી સૌથી વધુ
તેમાં વહીવટીતંત્ર પાસેથી ટેકો મેળવવો, ડોકટરોની દૂરથી સલાહ લેવી, કોવિડ-સંબંધિત સંસાધનોની વિશાળ શ્રેણીને ઍક્સેસ કરવી અને યુઝર્સનાં અન્ય પ્રશ્નોને સંબોધિત કરવાનો સમાવેશ થાય છે. વોટ્સએપ પર CSC હેલ્થ સર્વિસીસ હેલ્પડેસ્ક મફતમાં એક્સેસ કરી શકાય છે અને તે હિન્દી અને અંગ્રેજી બન્નેમાં ઉપલબ્ધ હશે. CSC હેલ્થકેર હેલ્પલાઈન Infobip Technologies દ્વારા વિકસાવવામાં આવી છે.
આ પણ વાંચો – સોશિયલ મીડિયા / PM મોદી સહિત ઘણા નેતાઓનાં ટ્વિટર પર ઘટ્યા Followers, CEO ને લોકો કરી રહ્યા છે ફરિયાદ
CSC હેલ્પડેસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો
CSC હેલ્પડેસ્કને ઍક્સેસ કરવા માટે, યુઝર્સે ફક્ત +917290055552 નંબર પર ‘હાય’ મોકલવાની જરૂર છે અને જે વિકલ્પો આવે છે તેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. વૈકલ્પિક રીતે, યુઝર્સ આ URL – https://wa.me/917290055552/ ને અનુસરીને ચેટને સરળતાથી ઍક્સેસ કરી શકે છે. “ગ્રામીણ નાગરિકો આરોગ્યસંભાળ અને માળખાકીય સેવાઓની શ્રેષ્ઠ સંભવિત ઍક્સેસ મળશે તેની ખાતરી કરવા અમે પ્રતિબદ્ધ છે. CSC ની ટેલિહેલ્થ કન્સલ્ટન્સી પાયાનાં સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
