Not Set/ ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડિગ્રી ધરાવતા તબીબોનો રાફડો ફાટયો!!

અમદાવાદ ગ્રામ્યનાં અસલાલી વિસ્તારમાં બોગસ ડોક્ટર દ્વારા દવાખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી એસઓજી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.

Ahmedabad Gujarat
ગરમી 141 ગ્રામ્ય વિસ્તારમાં નકલી ડિગ્રી ધરાવતા તબીબોનો રાફડો ફાટયો!!

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદ ગ્રામ્યનાં અસલાલી વિસ્તારમાં બોગસ ડોક્ટર દ્વારા દવાખાનું ચલાવવામાં આવતું હોવાની માહિતી એસઓજી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ગ્રામ્ય એસઓજી દ્વારા મેડિકલનાં અધિકારીઓને સાથે રાખી ને તપાસ કરી જીલ ક્લિનિક નામનું દવાખાનું અંકિત શાહ નામનાં બોગસ તબિબ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા આરોપી કોઈપણ પ્રકારના લાયસન્સ સર્ટિફિકેટ વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.  જેથી પોલીસે મુદ્દામાલ સાથે બોગસ દવાખાનું ચલાવતા ડોક્ટરની ધરપકડ કરી છે.

ગુજરાત: અમદાવાદનાં વર્ષ 2008 સિરીયલ બ્લાસ્ટ મામલે સલમાન નામનાં આતંકીની રાજસ્થાનથી ધરપકડ

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગર બોગસ દવાખાનું ચલાવતા ડોક્ટરો નો રાફડો ફાટી નીકળ્યો છે. જેમાં છેલ્લા બે મહિનામાં અનેક બોગસ ડોક્ટર ને પકડવા ગ્રામ્ય એસઓજીએ સફળતા મળી છે. પોલીસનું માનવું છે કે બોગસ ડિગ્રી સાથે દવાખાનું ચલાવતા આવા શકશો દરેક જિલ્લામાં છે જે જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જેની ધરપકડ કરવી અને જનતાનાં સ્વાસ્થ્યનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.

અમદાવાદ: હોળી નજીક આવતા શ્રમિકો વતન જવા રવાના, ગીતા ST સ્ટેન્ડે કોવિડ નિયમોનાં ઉડાવ્યા ધજાગરા

હાલ તો ગ્રામ્ય એસઓજી દ્વારા બોગસ ડિગ્રી ધરાવનાર આરોપી અંકિત શાહની ધરપકડ કરી લેવામાં આવી છે. અને તપાસ દરમિયાન એલોપેથી દવાઓનો જથ્થો અને દવાખાના માં વપરાતી સાધન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાથે જ પોલીસ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ દવાખાને કે તબીબ પાસે જતા પહેલા તેની ડિગ્રી ની તપાસ કરી પૂછપરછ કર્યા બાદ જ સારવાર કરાવવી જોઇએ. કે જેથી જનતાનાં સ્વાસ્થ્ય સાથે બોગસ ડોક્ટરો દ્વારા થતા ચેડા અટકાવી શકાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ