Covid-19/ કોરોનાનાં કેસની ઓળખ કરવામાં હવે દેશી કૂતરા કરશે મદદ, સેના આપી રહી છે ટ્રેનિંંગ

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી ઘટી રહ્યા છે. ત્યારે આ કોરોનાવાયરસ સામેની જંગમાં હવે દેશનાં કૂતરાઓ પણ આપણો સાથ આપવા મેદાને ઉતરી ગયા છે.

India
PICTURE 4 116 કોરોનાનાં કેસની ઓળખ કરવામાં હવે દેશી કૂતરા કરશે મદદ, સેના આપી રહી છે ટ્રેનિંંગ

દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી ઘટી રહ્યા છે. ત્યારે આ કોરોનાવાયરસ સામેની જંગમાં હવે દેશનાં કૂતરાઓ પણ આપણો સાથ આપવા મેદાને ઉતરી ગયા છે. જાણીને નવાઇ લાગશે કે હવે દેશનાં કૂતરા પણ કોરોના વાયરસ રોગચાળા સામે લડવામાં ફાળો આપશે.

આપને જણાવી દઇએ કે, ભારતીય સેના કૂતરાઓને વિશેષ તાલીમ આપી રહી છે અને આ કૂતરાઓ હવે વ્યક્તિનાં પેશાબ અને પરસેવાના નમૂનાઓ સૂંઘીને કોરોના સંક્રમણની ઓળખ કરી શકશે. સેનાએ આ કાર્ય માટે જયા અને કૈસ્પર નામનાં કૂતરાઓને અત્યાર સુધી તાલીમ આપી છે અને મણિ નામનાં ત્રીજા કૂતરાની તાલીમ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, આ કૈસ્પર કોકર સ્પેનિયલ જાતિનો છે જ્યારે જયા અને મણિ તમિળનાડુમાં મળી આવતા ચિપ્પિપરાઇ જાતિનાં કૂતરા છે. આ જાતિનાં કૂતરાં લાંબા પગ અને પાતળા શરીર ધરાવે છે.

આ કૂતરા વ્યક્તિનો પરસેવો અને પેશાબમાંથી નીકળતી વિશિષ્ટ બાયોમાર્કરની ઓળખ કરીને ચેપ શોધી કાઠે છે. સેના વતી કહેવામાં આવ્યું છે કે, જયા અને કૈસ્પર દિલ્હીનાં એક ટ્રાન્ઝિટ કેમ્પમાં ગોઠવવામાં આવ્યા હતા. અહીં તેઓએ 806 નમૂનાઓ તપાસ્યા, જેમાંથી 18 ને કોરોના ચેપ લાગ્યો હતો. જે સેમ્પલ કોરોનાથી સંક્રમિત હોય છે, આ કૂતરાઓ તેમની નજીક જઇને બેસી જાય છે.

Covid-19 / શું ચીનની લેબમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો કોરોના? જાણો WHO ની ટીમે શું કહ્યુ?

Political / Covid-19 અને લોકડાઉનનાં કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરે સરકાર: ફારૂક અબ્દુલ્લા

Chamoli / ઉત્તરાખંડમાં હજુ પણ 13 ગામો સંપર્ક વિહોણા, 35 લોકો ટનલમાં ફસાયેલા : ગૃહમંત્રી અમીત શાહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ