gujrat election 2022/ ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં ભાજપના આ રાશિના ઉમેદવારોનો દબદબો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આડે  હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે,  આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
0 1 ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં ભાજપના આ રાશિના ઉમેદવારોનો દબદબો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની આડે  હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.  આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. ભાજપ સહિત તમામ પાર્ટીઓ દ્વારા રાજ્યની 182 વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યાં છે. જેમાં અનેક રાશિના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભાજપમાં મિથુન રાશિના ઉમેદવારોનો દબદબો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની રાશિને લઇને પણ અનેક ચર્ચાઓ થતી હોય છે ત્યારે ઉમેદવારોની રાશિ જાણવી રસપ્રદ બની રહેશે.

નોંધનીય છે કે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા 182 ઉમેદવારોની રાશિની વાત કરીએ તો, સૌથી વધુ 27 ઉમેદવાર મિથુન રાશિના છે. જેમાં ભૂજ બેઠક પરથી કેશુભાઈ પટેલ, દિયોદર બેઠક પરથી કેશાજી ચૌહાણ, કાંકરેજથી કીર્તિસિંહ વાઘેલા, ઊંઝા બેઠક પર કેકે પટેલ, કડી બેઠક પર કરસન સોલંકી, સાણંદ બેઠક પર કનુ પટેલ, ઠક્કરબાપા નગર કંચન રાદડિયા, દરિયાપુર બેઠક પર કૌશિક જૈન, ધોળકા બેઠક પર કિરીટસિંહ ડાભી, ધંધુકા બેઠક પર કાળુભાઈ ડાભી, લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા, મોરબી બેઠક પર કાંતિ અમૃતિયા, જસદણ બેઠક પર કુંવરજી બાવળિયા, ઉના બેઠક પરથી કેસી રાઠોડ, અમરેલી બેઠક પર કૌશિક વેકરિયાને ટિકિટ આપવામાં આવી છે.

તો વળી ગારિયાધાર બેઠક પર કેશુભાઈ નાકરાણી, પેટલાદ બેઠક પર કમલેશ પટેલ, માતર બેઠક પર કલ્પેશ પરમાર, સંતરામપુર બેઠક પર કુબેરસિંહ ડિંડોર, દાહોદ બેઠક પર કનૈયાલાલ કિશોરી, સાવલી બેઠક પર કેતન ઈનામદાર, સયાજીગંજ બેઠક પર કેયુર રોકડિયા, માંડવી સુરત બેઠક પર કુંવરજી હળપતિ, સુરત ઉત્તર બેઠક પરથી કાંતિભાઈ બલ્લર, વરાછા રોડ બેઠક પરથી કિશોર કાનાણી, પારડી વિધાનસભા બેઠક પર કનુ દેસાઈના નામનો સમાવેશ થાય છે.

જ્યારે સૌથી ઓછા ઉમેદવાર વૃશ્વિક રાશિના છે. જેમાં દાણીલીમડા બેઠક પર નરેશ વ્યાસ, આણંદ બેઠક પર યોગેશ પટેલ, ખેડા જિલ્લાની ઠાસરા બેઠક પર યોગેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક પરથી નિમિશાબેન સુથાર, વડોદરા શહેરની માંજલપુર બેઠક પરથી યોગેશ પટેલનો સમાવેશ થાય છે.

આ સિવાય અન્ય રાશિની વાત કરીએ તો, ભાજપ તરફથી કુંભ રાશિના 20 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે મેશ અને તુલા રાશિના 18-18, સિંહ રાશિના 17, મકર રાશિના 16 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત કન્ય રાશિના 15, વૃષભ રાશિના 14, મીન રાશિના 13, ધન રાશિના 12 તેમજ કર્ક રાશિના 7 ઉમેદવારોને ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.