underworld don chhota rajan/ ડોન છોટા રાજનને આજીવન કેદની સજા, મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં ચુકાદો આપ્યો

હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો

Top Stories India
Beginners guide to 2024 05 30T160729.810 ડોન છોટા રાજનને આજીવન કેદની સજા, મુંબઈની વિશેષ અદાલતે આ કેસમાં ચુકાદો આપ્યો

Mumbai News : મુંબઈની વિશેષ અદાલતે ગુરુવારે ગેંગસ્ટર છોટા રાજનને દોષિત ઠેરવ્યો. કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. હોટેલિયર જયા શેટ્ટીની હત્યા કેસમાં આ ચુકાદો આપવામાં આવ્યો છે.મુંબઈના જયા શેટ્ટી હત્યા કેસમાં ડોન છોટા રાજન સામે દોષિત ઠરાવવામાં આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો. મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળના કેસ માટે વિશેષ ન્યાયાધીશ એ.એમ. પાટીલે ગેંગસ્ટર છોટા રાજનને આજીવન કેદની સજા ફટકારી છે.

જયા શેટ્ટી એક હોટેલીયર અને મુંબઈમાં ગોલ્ડન ક્રાઉન હોટલના માલિક હતા. છોટા રાજન ગેંગે તેમની પાસેથી ખંડણી માંગી હતી. આ માટે ગેંગ તરફથી કોલ પણ આવ્યા હતા. જ્યારે જયા શેટ્ટીએ ખંડણીના પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે છોટા રાજન ગેંગના બે સભ્યોએ તેને હોટલની અંદર ગોળી મારી દીધી હતી. આ કેસમાં પોલીસ દ્વારા જયા શેટ્ટીને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી હતી.

છોટા રાજન હાલ તિહાર જેલમાં બંધ છે. તેની પ્રથમવાર ઈન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાંથી તેને 2015માં ભારત લાવવામાં આવ્યો હતો. છોટા રાજનને એક સમયે દાઉદ ઈબ્રાહિમની નજીક માનવામાં આવતો હતો, પરંતુ 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ પછી બંને અલગ થઈ ગયા હતા. સમયાંતરે બે ગેંગ વચ્ચે હિંસક અથડામણો થતી રહે છે.
ભારત સરકારે છોટા રાજન વિરુદ્ધ વર્ષ 1994માં રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. તપાસ એજન્સીઓને આશા હતી કે દાઉદથી અલગ થયા બાદ છોટા રાજન ડી કંપની વિશે માહિતી આપશે, પરંતુ એવું થયું નહીં. આ પછી છોટા રાજને પોતાની ગેંગ બનાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IRDAI હેલ્થ ઇન્સ્યોરન્સ મામલે લીધો મહત્વનો નિર્ણય, 1 કલાકમાં જ આપવી પડશે કેશલેસ ટ્રીટમેન્ટની મંજૂરી

આ પણ વાંચો: PM મોદીના કન્યાકુમારીના રોક મેમોરિયલ પર ધ્યાન મામલે વિપક્ષના પ્રહાર, ટેલિકાસ્ટ પર કરશે ફરિયાદ

આ પણ વાંચો: લો બોલો ! દિલ્હીમાં રેકોર્ડ તોડ 52.9 ડિગ્રી તાપમાન ‘સેન્સરની ભૂલ’ ?