Bird-flu/ બર્ડ ફ્લૂથી ડરો નહીં બચો! આંખ, કાન, નાકથી પ્રવેશી શકે માનવશરીરમાં, જાણો સંપૂર્ણ વિગતો…

કોરોના વાયરસની જેમ જ શું બર્ડ ફ્લૂના લક્ષણો પણ વાયરસને મળતાં છે? માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશી શકે છે? લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ અને બર્ડ ફ્લૂ થાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ?

Top Stories Health & Fitness Lifestyle Mantavya Vishesh
indonesia 4 બર્ડ ફ્લૂથી ડરો નહીં બચો! આંખ, કાન, નાકથી પ્રવેશી શકે માનવશરીરમાં, જાણો સંપૂર્ણ વિગતો...

કોરોના વાયરસની જેમ જ શું બર્ડ ફ્લૂના લક્ષણો પણ વાયરસને મળતાં છે? માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશી શકે છે? લક્ષણો દેખાય તો શું કરવું જોઈએ અને બર્ડ ફ્લૂ થાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? ચાલો જોઈએ અને જાણીએ આ અહેવાલ મારફતે…

બર્ડ ફ્લૂથી ડરો નહીં બચો!

આંખ, કાન, નાકથી પ્રવેશી શકે માનવશરીરમાં
સામાન્ય ફ્લૂ જેવા જ છે બર્ડ ફ્લૂના લક્ષણ
શરદી ખાંસી, શરીર કળવું જેવા લક્ષણો
તાવ આવે અને શ્વાસ લેવામાં તકલીફ થાય
નાકથી લોહી નીકળે, ઝાડા થઈ જાય

બર્ડ ફ્લૂ પણ કોરોનાની જેમ જ વાયરલ ફ્લૂ જેવા જ લક્ષણો ધરાવે છે. બર્ડ ફ્લૂ કાન, નાક, આંખથી શરીરમાં પ્રવેશી શકે છે. બર્ડ ફ્લૂના લક્ષણોની વાત કરીએ તો શરદી-ખાંસી ઉપરાંત શરીર આખામાં કળતર થાય. બર્ડ ફ્લૂ ફેફસાને પણ નુકસાન પહોંચાડતો હોવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. નાકમાંથી લોહી નીકળી શકે છે અને ઝાડા પણ થઈ શકે છે. જેમને પણ આ પ્રકારના લક્ષણ દેખાય તેમણે તુરંત નિદાન કરાવવા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું જોઈએ અથવા ખુદને આઈસોલેટ કરી લેવા જોઈએ.

બર્ડ ફ્લૂથી ડરો નહીં બચો!

2003થી બર્ડ ફ્લૂના કેસ 861થી વધુ કેસ
861 પૈકી 455 જીવ લઇ ચૂક્યો છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂમાં 50 ટકાથી વધુ મૃત્યુદર
કોરોનામાં દેશમાં માત્ર 1.5%નો મૃત્યુદર
કોરોના કરતા 33 ગણો વધુ જોખમી!

વિશ્વભરમાં કોરોનાના કેસ છેક 2003થી નોંધાતા આવ્યાં છે. અત્યાર સુધીમાં વિશ્વમાં 861 કેસ નોંધાયાનું સામે આવ્યું છે. જે પૈકી 455 લોકોના જીવ બર્ડ ફ્લૂ લઇ ચૂક્યો છે. એટલે કે બર્ડ ફ્લૂ તેના સકંજામાં આવનારા 53 ટકા લોકોને પોતાન શિકાર બનાવે છે. કોરોનાનો દેશમાં માત્ર 1.5 ટકા જેટલો મૃત્યુદર છે પણ બર્ડ ફ્લૂમાં આ મૃત્યુદર 53 ટકા જેટલો છે એટલે કે કોરોનાથી 33 ગણો વધુ જોખમી છે. બર્ડ ફ્લૂમાં સ્વાઇન ફ્લૂમાં ઉપયોગમાં લેવાતી દવા જ દર્દીને અપાય છે. જો કે દર્દીને આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવે છે. બર્ડ ફ્લૂની કોઈ રસી હજુ શોધાઇ નથી. ત્યારે તેનાથી અગમચેતીથી ડર્યા વિના સંભાળીને રહેવામાં જ ભલાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…