Not Set/ ભૂલશો નહી, તમે ભાજપનાં નેતાની સાથે ગૃહમંત્રી પણ છો : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા સુધારણા અધિનિયમને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ દેશમાં આગ લાગી છે પરંતુ અમિત શાહ તેમનું ધ્યાન આપી રહ્યા નથી. કોલકાતામાં બેનર્જીએ કહ્યું હતું કે, અમિત શાહ માત્ર ભાજપનાં નેતા જ નહીં પરંતુ દેશનાં ગૃહમંત્રી પણ છે. તેમને વિચારવું જોઈએ કે આ કરવાથી કશુ […]

Top Stories India
Mamata Benerjee ભૂલશો નહી, તમે ભાજપનાં નેતાની સાથે ગૃહમંત્રી પણ છો : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા સુધારણા અધિનિયમને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, નાગરિકત્વ કાયદાની વિરુદ્ધ દેશમાં આગ લાગી છે પરંતુ અમિત શાહ તેમનું ધ્યાન આપી રહ્યા નથી. કોલકાતામાં બેનર્જીએ કહ્યું હતું કે, અમિત શાહ માત્ર ભાજપનાં નેતા જ નહીં પરંતુ દેશનાં ગૃહમંત્રી પણ છે. તેમને વિચારવું જોઈએ કે આ કરવાથી કશુ જ પ્રાપ્ત થશે નહીં, તેઓએ દેશમાં શાંતિ માટે પ્રયાસ કરવો જોઈએ. બેનર્જીએ કહ્યું કે, દેશમાં આગ લાગી છે પરંતુ અમિત શાહ કહે છે કે નાગરિકત્વનો કાયદો અમલમાં રહેશે. અંતે કેટલી જેલો છે, કેટલા ડિટેન્શન કેમ્પ બનાવશે, તમે દેશને કેમ બાળી રહ્યા છો.

ટીએમસી વડાએ ગૃહમંત્રી અમિત શાહને લઇને કહ્યું, “તમે સબકા સાથે સબકા વિકાસ નહી પણ સબકે સાથ સર્વનાશ કર્યુ છે.” હું તમને કહેવા માંગુ છું કે, એનઆરસી અને નાગરિકત્વનો કાયદો પાછો ખેંચવો જોઈએ અને જો તેમ નથી કરતા, તો હુ પણ જોવુ છુ કે પશ્ચિમ બંગાળમાં આ કાયદાઓ કોણ લાગુ કરાવે છે. બેનર્જીએ કહ્યું કે, ભાજપ દેશમાં કોમી રમખાણોનું આયોજન કરવા માંગે છે, અમે તેમને બંગાળમાં સફળ થવા દઈશું નહી.

આ અગાઉ ટીએમસીનાં વડા મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં તે નિવેદનને લઇને પણ નિશાન સાધી ચુક્યા છે, જેમા તેમણે નાગરિકતા કાયદાનાં વિરોધમાં સામેલ લોકોને તેમના કપડાંથી ઓળખવાની વાત કહી હતી. આ અંગે મમતા બેનર્જીએ કહ્યું છે કે, આખો દેશ બળી રહ્યો છે અને આ લોકો પહેરેલા કપડાંની વાત કરી રહ્યા છે. શું તમે મને અને મારા કપડાને જોઇને કહી શકશો કે હુ કોણ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.