Not Set/ તમારા મોઢામાં થઇ રહેલી કોઇ પણ સમસ્યાને હળવાશમાં ન લો

આજે કોરોના મહામારીનાં સમયમાં યોગ્ય ખોરાક લેવો ખૂબ જરૂરી છે. તમે શું ખાઓ છો અને કેટલુ ખાઓ છો, તે વિચારવુ આજનાં સમયમાં હવે જરૂરી બન્યુ છે.

Health & Fitness Lifestyle
123 227 તમારા મોઢામાં થઇ રહેલી કોઇ પણ સમસ્યાને હળવાશમાં ન લો

આજે કોરોના મહામારીનાં સમયમાં યોગ્ય ખોરાક લેવો ખૂબ જરૂરી છે. તમે શું ખાઓ છો અને કેટલુ ખાઓ છો, તે વિચારવુ આજનાં સમયમાં હવે જરૂરી બન્યુ છે. એવું કહેવાય છે કે પાચનની યોગ્ય પ્રક્રિયા આપણા મોંથી શરૂ થાય છે. જો તમારા પેટમાં કોઈ સમસ્યા હોય તો તેના કારણે મોંઢામાં ચાંદાં પડી જાય છે. તેનો અર્થ એ છે કે તેઓ એકબીજાથી અલગ નથી. એકને ઠીક રાખવા માટે બીજાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. મોંઢાથી જોડાયેલી કોઈપણ નાનામાં નાની સમસ્યા પણ નકારવી યોગ્ય નથી.

એન્ડોકાર્ડાઇટિસ

મોઢાનાં આરોગ્યની અસર શરીરના આંતરિક ભાગોમાં પણ જોવા મળતી હોય છે. આ સ્થિતિમાં હૃદયની અંદર ગ્રંથીઓ અને કોશિકાઓમાં સોજો આવી જાય છે. મોંમાં પેથોજન્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયલ તત્ત્વની લાંબી હાજરીને કારણે આ સોજો આવતો હોય છે.

pH લેવલ ઘટવું

જો મોઢાનું pH સ્તર ઓછું હોય તો બેક્ટેરિયા વધે છે, જે દાંત અને પેઢાંને નબળાં બનાવે છે. રોગપ્રતિકારક તંત્ર આવા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે, જેના પરિણામે મગજમાં સોજો આવે છે. તેથી, મોઢાનું pH સ્તર સંતુલિત બનાવીને રાખો.

દાંત સડવા

આ સ્થિતિમાં તમે લાંબા સમય સુધી ઓરલ હેલ્થ એટલે કે મોંના આરોગ્યની સંભાળ નથી લઈ શકતા. આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે, કારણ કે ઘણી વાર આ બેક્ટેરિયા લોહીમાં ભળીને શરીરમાં જઇને ગંભીર નુકસાન પહોંચાડે છે.

દાંતમાં સેન્સિટિવિટી

જો તમે દાંતમાં થતી હળવી સંવેદનશીલતાને પણ તમે અવગણો છો તે એ તમારા દાંતને અંદરથી નુકસાન પહોંચાડે છે. જેના કારણે દાંત મૂળથી કાઢી નાખવા પડે છે અથવા તેના માટે અન્ય ટ્રીટમેન્ટ કરવી પડે છે.

sago str 9 તમારા મોઢામાં થઇ રહેલી કોઇ પણ સમસ્યાને હળવાશમાં ન લો