Lifestyle/ આ ડાયટ કરો ફોલો, 10 દિવસમાં 5 કિલો જેટલું ઓછું થશે વજન…

વજન ઓછું કરવા માટે એક્સર્સાઈઝની સાથે સાથે યોગ્ય ડાયટ પણ ખુબ જ જરૂરી છે. આવામાં મગદાળનો ડાયેટ તમારી ખુબ જ મદદ કરી શકે છે.

Health & Fitness Lifestyle
ttg આ ડાયટ કરો ફોલો, 10 દિવસમાં 5 કિલો જેટલું ઓછું થશે વજન...

વજન ઓછું કરવા માટે એક્સર્સાઈઝની સાથે સાથે યોગ્ય ડાયટ પણ ખુબ જ જરૂરી છે. આવામાં મગદાળનો ડાયેટ તમારી ખુબ જ મદદ કરી શકે છે. જો તમે આ ડાયટને યોગ્ય રીતે ફોલો કરો તો 10 દિવસમાં તમારું 5 કિલો જેટલું વજન ઓછું થઇ શકે છે અને એ પણ તબિયત પર અસર કર્યા વિના. જણાવીએ કે મગમાં ઘણાં પૌષ્ટિક તત્વો હોય છે જે શરીરમાં કોઈ પ્રકારની કમી થવા દેતાં નથી.

તમારે આ ડાયટ ફોલો કરવા તમારે દસ દિવસ મગ અને એનાથી બનેલી વસ્તુઓ ખાવી પડશે. આ ડાયેટ પ્લાનથી તમને અનેક પ્રકારના ફાયદા થશે, વેટ લોસની સાથે બોડી ડિટોક્સ પણ થશે. આમ તો આ ડાયેટ વજન ઘટાડવાની સાથે જ બીજી બીમારીઓને પણ મટાડી દે છે.

આ ડાયટમાં તમારે ત્રણ દિવસ મગદાળનું સૂપ અને બાકીના 5 દિવસ સૂપની સાથે શાક અને બે દિવસ સૂપની સાથે આમાંથી જ બનેલા પુલ્લાં ખાવાના રહેશે.

આવા લોકોએ ના કરવો આ પ્રોગ્રામ

આ ડાયટ ફોલો કરતાં પહેલા જાણી લેવું જોઈએ કે કેવાં લોકો માટે આ ડાયટ યોગ્ય નથી. હેલ્થ એક્સપર્ટ કહે છે કે પ્રેગ્નેન્ટ સ્ત્રી, સ્તનપાન કરાવતી માતા જેમનું યૂરિક એસિડ વધી ગયુ હોય અને સીરિયસ હેલ્થ પ્રોબ્લેમ હોય તેવા લોકોએ આ પ્રોગ્રામ ફોલો ના કરવો જોઈએ.

આ રીતે કરો મગની દાળનો ડાયટ

– આમાં રોજે તમારી સવાર નવશેકા પાણીથી થશે. સવારે ઉઠીને બે ગ્લાસ હુંફાળુ પાણી પી લો. ગરમ પાણી ગ્લાસમાં લઇને ખુલ્લી જગ્યામાં બેસો અને ઘુંટડે ઘુંટડે પીવો. આમ કરવાથી બોડીના ટોક્સિન નીકળવા લાગષે અને તમે હાઈડ્રેટ રહેશો.

– આશરે એક કલાક પછી તમને જે યોગ યોગ્ય લાગે તે કરો. પ્રાણાયામ પણ કરી શકાય.

– અડધો કલાક વૉક કરો જેથી આ પ્રોગ્રામ વધારે અસરકારક સાબિત થાય.

પહેલા દિવસ આ કરો

પહેલા દિવસે તમારે મગનો સૂપ પીવાનો છે. આ સૂપ દિવસમાં 6 વખત પીવાનો છે. તેથી લસણ, આદુ, મીઠું, હીંગ, જીરું વરિયાળી, કોથમીર, લીલા મરચા અને મગની દાળને એકસાથે બાફી લો. એકદમ પાતળો સૂપ બનાવાનો છે અને વઘાર કરવાનો નથી. એકસાથે છ વખતનો સૂપ બનાવી લો. આ ડાયેટ તમારે ત્રણ દિવસ કરવાનો છે.

આ વાતો ધ્યાનમાં રાખો

– જો તમને પહેલા દિવસે ઉબકા આવે કે થોડું માથું દુખે તો ગભરાશો નહીં. આવું ડિટોક્સની પ્રક્રિયાને લીધે થતું હોય છે. શક્ય છે કે માત્ર સૂપ પીવાથી તમને નબળાઈ લાગે. આવામાં તમે 6થી વધુ વખત આ સૂપ પી શકો છો. આની સાથે ખાંડ વિનાની ચા કે કૉફી પણ લઇ શકો છો.

– દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો જેથી બધા ટોક્સિન બહાર નીકળી જાય.

– ટામેટાં, લીંબુ કે દહીં જેવી ખાટ્ટી વસ્તુઓ ના ખાશો, તેલ –ઘી પણ મિક્સ કરવાનું નથી,

પછીના દિવસ આવું કરો

પછીના પાંચ દિવસ તમારે મગદાળના સૂપની સાથે શાકભાજી પણ ખાવાના છે. શાકભાજી તમે બાફીને કે સલાડ તરીકે લઇ શકો છો. આ શાકભાજી પણ તેલ વિનાના હોવા જોઈએ. તમે ઇચ્છો તો શાકભાજીને ઓવનમાં શેકીને ખાઈ શકો છો. શાકમાં તમે કાકડી, ગાજર, બીટ, મૂળા, શલગમ, દૂધી, તુરીયા, ખીરા કાકડી,કોબિઝ, ડુંગળી અને કોળું લઇ શકો છો.

આ વાતો ધ્યાનમાં રાખો

– સૂપ અને શાકભાજી તમે તમારા હિસાબે આખો દિવસ ખાઈ શકો છો. એનું પ્રમાણ તમારી ભૂખ પર ડિપેન્ડ કરે છે.

– જેમ કે બ્રેકફાસ્ટમાં બાફેલા શાકભાજી ખાઈ લો અને લંચમાં સૂપ અને શાક લો. સાંજે ફરી સૂપ અને ડિનરમાં શાક અને સૂપ બંને લઇ શકો છો.

– સૂપ દિવસમાં 6 વાર તો પીવાનો જ છે.

છેલ્લાં બે દિવસ પુલ્લાં ખાઓ

એ પછીના બે દિવસ તમે સૂપની સાથે મગની દાળના પુલ્લા બનાવીને ખાઈ શકો છો. આ પુલ્લા બનાવવા માટે ડુંગળી, આદું, ટામટાં, મીઠુંનો ઉપયોગ કરો. તવી પર ગાયનું ઘી ગ્રીસ કરીને પુલ્લા ઉતારો. જો કે આ  પુલ્લાં દિવસમાં ત્રણવાર અને એક-એક કરીને ખાવાના છે. સૂપ દિવસમાં છ વાર લેવાનો છે.

આમ તમારો દસ દિવસનો મગની દાળનો ડાયટ પૂરો થશે. યાદ રાખો કે ડાયેટ પ્લાન પછી એકાએક કશું ના ખાશો પરંતુ ધીમેધીમે ઠોસ આહાર લેવાની શરૂઆત કરો. તમે મગના સૂપને રૂટિન ડાયેટમાં પણ શામેલ કરી શકો છો.

આ પણ વાંચો:શા માટે કેળામાં કોઈ જંતુઓ નથી? જાણો રસપ્રદ કારણો

આ પણ વાંચો:નાસ્તામાં આ એક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને મળે છે 9 ફાયદા, તમે પણ જાણી લો….

આ પણ વાંચો:ઉનાળામાં બાળકો માટે સ્વાદિષ્ટ-પૌષ્ટિક નાસ્તા, આજે જ ઘરે બનાવો

આ પણ વાંચો:ટેસ્ટથી ભરપૂર અને લોહીની ઊણપ દૂર કરે તેવી હેલ્ધી વેજિટેબલ પૂરી

આ પણ વાંચો:મગની દાળ અને પનીરના પરોઠા, બનાવવાની રીત