Not Set/ કચ્છના વરાડીયામાં સગીરા અને યુવાનની કરપીણ હત્યા

કચ્છના અબડાસા તાલુકાના નાનકડા અને અંતરિયાળ  વરાડીયામાં સગીરા અને યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે ગામની અવાવરું વાડીના ડેલા પાસેથી બંને ના મૃતદેહ મળી આવ્યા છે.પોલીસની વિવિધ એજન્સીઓએ આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર , કોઠારા પોલીસ સ્ટેશન હદમાં આવતા વરાડીયા ગામની સીમમાં  સુલેમાન મંધરા […]

Gujarat Others
IMG 20190306 WA0010 કચ્છના વરાડીયામાં સગીરા અને યુવાનની કરપીણ હત્યા

કચ્છના અબડાસા તાલુકાના નાનકડા અને અંતરિયાળ  વરાડીયામાં સગીરા અને યુવાનની કરપીણ હત્યા થતા ચકચાર મચી જવા પામી છે ગામની અવાવરું વાડીના ડેલા પાસેથી બંને ના મૃતદેહ મળી આવ્યા છે.પોલીસની વિવિધ એજન્સીઓએ આ બનાવ અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર , કોઠારા પોલીસ સ્ટેશન હદમાં આવતા વરાડીયા ગામની સીમમાં  સુલેમાન મંધરા ની વાડી પાસે યુવતી અને યુવકની લાશ મળી આવી છે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા વરાડીયા ગામના ઇશાક આમદ મંધરા (ઉંમર વર્ષ 35 રહેવાસી વરાડીયા )તેમજ રુકસાના ઇબ્રાહિમ મંધરા (ઉમર વર્ષ 17 રહેવાસી વરાડીયા) ની કોઇ અજાણ્યા ઈસમોએ હત્યા કરી છે. 17 વર્ષીય સગીરાનું ગળું કાપીને જ્યારે 38 વર્ષીય યુવાનને પેટમાં છરિના સાત ઘા ઝીંકી ખૂન કરાયું છે બનાવના સ્થળેથી પોલીસને છરીઓ મળી આવી છે.ગઈ કાલે મોડી સાંજ સુધી કિશોરી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરાઈ હતી જે દરમિયાન ગામની અવાવરું વાડી પાસેથી લાશો મળી આવી હતી ડબલ મર્ડરની ચકચારી ઘટનાની જાણ થતાં પશ્ચિમ કચ્છ પોલીસની મહત્વની બ્રાન્ચની ઊંઘ ઉડી ગઈ છે. વિવિધ એંગલ પર પોલીસ તપાસ કરી રહી છે. સ્થળ પર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાતો ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકત્ર કરી રહ્યાં છે.  ટેકનિકલ સર્વેલન્સમાં બે-ત્રણ શંકાસ્પદ મોબાઈલ નંબર ધ્યાને આવ્યાં છે.જેના આધારે પણ તપાસ કરાઈ છે