Not Set/ દેશમાં પહેલીવાર સૌરાષ્ટ્રમાં બનશે નાનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર

દેશમાં પહેલીવાર ગુજરાતમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. રાજ્યના સિવિલ એવિએશન વિભાગે ખાનગી કંપની એરો ફ્રેયર ઇંક સાથે એમઓયુ કર્યા છે

Gujarat Others
Untitled 298 દેશમાં પહેલીવાર સૌરાષ્ટ્રમાં બનશે નાનાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર

સમગ્ર દેશભરમાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર બનાવવાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. તેમાં પણ ખાસ તો સૌરાષ્ટ્રમાં   એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે . સિવિલ એવિએશન વિભાગ દ્વારા ખાનગી કંપની સાથે એમઓયુ  કરવામાં આવ્યા  છે અને ઓક્ટોબર માસમાં પ્રથમ એરક્રાફ્ટ બજારમાં આવી જાય તેવી પણ પ્રબળ શકયતા છે.

ઓક્ટોબર સુધીમાં પ્લાન્ટની કામગીરી પૂૂર્ણ થાય એવી શક્યતા છે. ત્યાર બાદ કંપની દ્વારા પ્રોડક્શન શરૂ કરવામાં આવશે અને વર્ષ ૨૦૨૧ના અંત સુધીમાં પ્રથમ એરક્રાફ્ટ માર્કેટમાં મૂકવામાં આવશે. એની સાથે કંપની દ્વારા પ્રથમ તબક્કામાં ૧૫૦ કરોડ રૂપિયા અને ત્યાર બાદ ૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે.અમરેલીમાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સિવિલ એવિએશન વિભાગે કંપની સાથે એમઓયુ કર્યા છે.

આ પણ વાંચો : જાણો, કેમ ઝૈદ દરબારે ગૌહર ખાનને લગ્ન કેન્સલ કરવાની આપી હતી ધમકી

આ સિવાય કંપની દ્વારા વિદેશની અન્ય ૩ કંપનીના કોન્ટ્રેક્ટ આધાર પર લાઈટ એરક્રાફ્ટ અને ફિક્સ વિંગ ગ્લાઈડરનું પણ ઉત્પાદન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલ કંપની દ્વારા તૈયાર થનારાં તમામ એરક્રાફ્ટનું ટેસ્ટિંગ અમરેલી એર સ્ટ્રિપ પર કરવામાં આવશે.

આ પણ વાંચો : કોરોના બાદ થતી સૂકી ખાંસી થી આ રીતે મેળવો છુટકારો

કંપની દ્વારા અમરેલી ખાતે શરૂ કરવામાં આવી રહેલા પ્રોડક્શન યુનિટને કારણે એન્જિનિયરોની સાથે અન્ય એક્સપર્ટને તેમજ અન્ય ટેક્નિશિયનો સહિત ૨૦૦થી વધુ લોકોને ડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે, જ્યારે એક હજારથી વધુ લોકોને ઈનડાયરેક્ટ રોજગાર ઉપલબ્ધ થશે.