Science/ કોઈ કમા (ડાઉન સિન્ડ્રોમ દર્દી )ને લીધે આપડે પોતાનો ફાયદો ઉઠાવીએ તો માણસાઈ નેવે મૂકી ગણાય ..

આ સિન્ડ્રોમ ધરાવતા વયસ્ક દર્દીમાં માનસિક ક્ષમતા ૮-૯ વર્ષના બાળક જેટલી જોવા મળે છે પરંતુ તે બધા જ કેસમાં હોય તેવું જરૂરી નથી. તેમનો સામાન્ય આઈકયુ (માનસિક ક્ષમતા) ૫૦ જેટલો હોય છે.

Mantavya Exclusive
ચાંદી 11 કોઈ કમા (ડાઉન સિન્ડ્રોમ દર્દી )ને લીધે આપડે પોતાનો ફાયદો ઉઠાવીએ તો માણસાઈ નેવે મૂકી ગણાય ..

@ડો.ધારા આર.દોશી, અધ્યાપક, મનોવિજ્ઞાન ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

માનસિક દિવ્યાંગ કમો આજે ડાયરાની રોનક બની ગયો છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થયેલા કમા પર જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની નજર પડી અને તેની જિંદગી બદલાઈ ગઈ. ડાયરામાં હાજર કમો ઉર્ફે કમલેશભાઈ મોજમાં આવી ગયા હતા અને આસપાસની દુનિયાને ભૂલીને પોતાની જ મસ્તીમાં નાચવા લાગ્યા હતા. દરમિયાન કીર્તિદાન ગઢવીએ તેને બોલાવીને નામ પૂછ્યું હતું. બાદમાં તે દિવ્યાંગ હોવાની જાણ કીર્તિદાનને થઈ હતી. આ કમો ઉર્ફે કમલેશ એ ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડાય છે.

એક તો તેઓ અગણિત શારીરિક માનસિક મુશ્કેલીઓ સહન કરતા હોય ઉપરથી આપડા મનોરંજન માટે આપણે તેને અમુક વર્તન કરવા ફોર્સ કરીએ. ખરેખર ડાઉન સિંડ્રોમ કોને છે તે તપાસવું જરૂરી.

ડાઉન સિન્ડ્રોમ અથવા ટ્રાયસોમી ૨૧ એ એક  રંગસૂત્રોને લગતી સમસ્યા છે. જેમાં ધીમો શારીરિક વિકાસ, ખાસ ચહેરાના લક્ષણો અને સામાન્યથી મધ્યમથી માનસિક વિકાસની ખામી તેના લક્ષણો છે.  આ સિન્ડ્રોમ ધરાવતા વયસ્ક દર્દીમાં માનસિક ક્ષમતા ૮-૯ વર્ષના બાળક જેટલી જોવા મળે છે પરંતુ તે બધા જ કેસમાં હોય તેવું જરૂરી નથી. તેમનો સામાન્ય આઈકયુ (માનસિક ક્ષમતા) ૫૦ જેટલો હોય છે.

દર્દીના માતાપિતા સામાન્યત: કોઈ રંગસૂત્રને લગતી ખામી ધરાવતા હોતા નથી. ડાઉન સિન્ડ્રોમ ગર્ભાવસ્થામાં જન્મપૂર્વેના તપાસ અથવા જન્મ બાદ લક્ષણો અને જનીનિક તપાસ દ્વારા જાણી શકાય છે.  જન્મપૂર્વેની તપાસમાં તેની જાણ થઇ જાય તો ઘણી વાર ગર્ભપાત કરવામાં આવે છે.  દર્દીમાં જીવનભર ડાઉન સિન્ડ્રોમ સંબંધિત રોગોની તપાસ કરાવતા રહેવું પડે છે.

ડાઉન સિન્ડ્રોમનો કોઈ ઈલાજ નથી.શિક્ષણ અને સંભાળ દર્દીની જીવન ગુણવત્તા સુધારે છે. આ સિન્ડ્રોમ ધરાવતા કેટલાક બાળકો સામાન્ય શાળામાં અભ્યાસ કરે છે જયારે કેટલાક બાળકો ખાસ સુવિધાઓ ધરાવતી શાળામાં અભ્યાસ કરે છે. તે પૈકી કેટલાક શાળા અભ્યાસ પણ પૂર્ણ કરે છે અને જુજ કોલેજ પણ જાય છે.  યુનાઇટેડ સ્ટેટ્સમાં આ પૈકીના ૨૦% જેટલા વયસ્કો કોઈક પ્રકારનું કામ પણ કરે છે,  જો કે તેઓ ભાગ્યેજ ખુલ્લા વાતાવરણમાં કરવાનું કામ કરે છે. તેઓને આર્થિક અને કાયદાકીય સહાયની જરૂર રહે છે. પુરતી સ્વાસ્થ્ય સુવિધા સાથે વિકસિત દેશોમાં ૫૦થી ૬૦ વર્ષ જેટલું તેઓ જીવે છે.

ડાઉન સિન્ડ્રોમની બીમારીવાળા લોકોમાં કેટલાંક શારીરિક અને માનસીક સામાન્ય હોવા છતાં ડાઉન સિન્ડ્રોમના લક્ષણો હળવાથી ગંભીરની શ્રેણીના હોય છે. સામાન્ય રીતે જેનો ડાઉન સિન્ડ્રોમની બીમારીથી પિડાતા હોય તેઓનો શારીરિક વિકાસ અને માનસીક વિકાસ ધીમો હોય છે.

ડાઉન સિન્ડ્રોમએ રંગસુત્રોને લગતી સ્થિતી છે. જેની સાથે નીચે બતાવ્યા મુજબની લાક્ષણિકતાઓ જોડાયેલી છે:

બૌદ્ધિક વિકલાંગતાઃ બૌદ્ધિક વિકલાંગતાનું પ્રમાણ અલગ-અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે તે હળવાથી લઈને મધ્યમ સ્તરની હોઈ શકે.
દેખાવઃ ચહેરાનો દેખાવ અને શિશુ અવસ્થામાં નબળું સ્નાયુઓની દ્રઢતા.

જન્મજાત ખામીઓઃ ડાઉન સિન્ડ્રોનવાળા લોકો અલગ-અલગ જન્મજાત ખામીઓ સાથે જન્મે છે આ બીમારીના અસરગ્રસ્ત બાળકોમાંથી અડધા બાળકોને હ્રદયની ખામી હોય છે.

પાચનને લગતી અસામાન્યતાઓઃ જેવી કે આંતરડામાં અંતરાય કે જે ઓછું સામાન્ય છે.

ડાઉન સિન્ડ્રોમવાળી વ્યક્તિઓને કેટલીક મેડિકલ સ્થિતિઓનું જોખમ રહેલું હોય છે:

ગેસ્ટ્રોઈસોફાગીઅલ રીફ્લક્સઃ જઠરના એસીડના જથ્થાનું ઈસોફાગસમાં ઊલટું વહેવું.

સેલીઆક ડીસીઝ : ઘઉંમાનું પ્રોટીનને ન પચાવવું / સહેવુ જેને ગ્લટેન કહેવામાં આવે છે.

હાઈપોથાઈરોડીઝમઃ ડાઉન સિન્ડ્રમવાળા લગભગ ૧૫ % લોકોની થાઈરોઈડ ગ્રંથી જોઈએ તેટલી સક્રિય હોતી નથી. થાઈરોઈડ ગ્રંથી એ ગળાના નીચેના ભાગમાં આવેલ એક પતંગીયા આકારનું અંગ છે કે જે અંતઃ સ્ત્રાવો પેદા કરે છે.

સાંભળવા અને જોવામાં તકલીફઃ ડાઉન સિન્ડ્રોમવાળા વ્યક્તિઓને સાંભળવાની અને જોવાની તકલીફો થવાનું જોખમ વધારે રહેલુ છે.

બ્લડ કેન્સરઃ વધારામાં જોઈઓ તો ડાઉન સિન્ડ્રોમની બીમારીવાળા લગભાગ ૧ % બાળકોનાં લોહી બનાવતાં હોવાનું કેન્સર (લ્યુકેનિયા) વિકસે છે.

અલ્ઝાઈમરની બીમારીઃ ડાઉન સિન્ડ્રોમની બીમારીથી પિડાતા વયસ્કોને અલ્ઝાઈમરની બીમારી થવાનું જોખમ વધારે રહેલુ છે. દિમાગની કાર્યશીલતામાં ગડબડ કે જે ધીરે ધીરે સ્મૃતિભ્રંશ અંદાજ કાઢવાની શક્તિ (જજમેન્ટ) અને મગજની કાર્યશીલતા પર અસર કરે છે. જો કે ૫૦ % કરતાં પણ વધુ ડાઉન સિન્ડ્રોમવાળા મોટી ઉંમરના વયસ્કોનાં અલ્ઝાઈમરની સ્થિતી ૫૦ વર્ષની ઉંમરે વિકસે છે.