Not Set/ ગુજરાતનાં જાણીતા કેન્સર સર્જન ડો. કૌસ્તુભ પટેલ ફાઉન્ડેશન ફોર હેડ એન્ડ નેક ઓંકોલોજી (FHNO)ના પ્રેસિડન્ટ તરીકે વરણી

અમદાવાદ, હેડ એન્ડ નેક ઓન્કોલોજી સર્જરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય સંસ્થા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હેડ એન્ડ નેક ઓંકોલોજી સોસાયટીઝનાં ભારતનાં એકમનાં પ્રમુખ તરીકે સૌપહેલીવાર ગુજરાતી ડો. કૌસ્તુભ પટેલની નિમણૂંક થઇ છે. ભારતમાં માથા અને ગરદનનાં વધતા જતા કેન્સરનાં દર્દીઓની ગંભીરતાના લક્ષ્યમાં લઇને અમેરિકા સ્થિત IFHNOS દ્વારા 2001માં FHNO ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દેશમાં, ગરદન અને ગળાનાં કેન્સરનાં દર્દીઓની […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

હેડ એન્ડ નેક ઓન્કોલોજી સર્જરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય સંસ્થા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હેડ એન્ડ નેક ઓંકોલોજી સોસાયટીઝનાં ભારતનાં એકમનાં પ્રમુખ તરીકે સૌપહેલીવાર ગુજરાતી ડો. કૌસ્તુભ પટેલની નિમણૂંક થઇ છે.

ભારતમાં માથા અને ગરદનનાં વધતા જતા કેન્સરનાં દર્દીઓની ગંભીરતાના લક્ષ્યમાં લઇને અમેરિકા સ્થિત IFHNOS દ્વારા 2001માં FHNO ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં દેશમાં, ગરદન અને ગળાનાં કેન્સરનાં દર્દીઓની સારવાર, પ્રશિક્ષણ અને આ વિષય અંગે સંશોધનો જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી ગરદન અને ગળાનાં કેન્સર સર્જન તરીકે અમદાવાદની વિખ્યાત HCG કેન્સર સેન્ટરનાં હેડ એન્ડ નેક સર્જીકલ ઓંકોલોજી વિભાગમાં સિનિયર કન્સલટન્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે.