Not Set/ આ રીતે કરશો બ્રેઇન સ્ટ્રોકની સારવાર તો ચોંકવાનારું પરિણામ મળશે

અમદાવાદ, વિશ્વભરમાં બ્રેઇન  સ્ટ્રૉકને ગંભીર રોગ માનવામાં આવે છે.તેમાંય અમદાવાદ જેવા ગરમ શહેરમાં તો સ્ટ્રોકના અનેક દર્દીઓ જોવા મળેશે.ભારતમાં મૃત્યુનું બીજુ સૌથી મોટું કારણ સ્ટ્રૉક માનવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિને સ્ટ્રૉકના હુમલા પછી જીવનભરની ખોડખાંપણ રહી જાય છે. બ્રેઈન સ્ટ્રૉક તરીકે જે ઓળખાય છે, તેમાં  કોઈ કારણોસર મગજમાં પૂરતો રક્તપ્રવાહ જઈ શકતો નથી અથવા […]

Health & Fitness Lifestyle

અમદાવાદ,

વિશ્વભરમાં બ્રેઇન  સ્ટ્રૉકને ગંભીર રોગ માનવામાં આવે છે.તેમાંય અમદાવાદ જેવા ગરમ શહેરમાં તો સ્ટ્રોકના અનેક દર્દીઓ જોવા મળેશે.ભારતમાં મૃત્યુનું બીજુ સૌથી મોટું કારણ સ્ટ્રૉક માનવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિને સ્ટ્રૉકના હુમલા પછી જીવનભરની ખોડખાંપણ રહી જાય છે.

બ્રેઈન સ્ટ્રૉક તરીકે જે ઓળખાય છે, તેમાં  કોઈ કારણોસર મગજમાં પૂરતો રક્તપ્રવાહ જઈ શકતો નથી અથવા હેમરેજ (મગજમાં રક્તસ્ત્રાવ થવા)ને લીધે ચેતાતંત્રની કાર્યપ્રણાલીમાં અવરોધ ઉભો થાય છે.

આજ કારણ છે કે વિશ્વભરમાં જીવલેણ રોગોની શ્રેણીમાં સ્ટ્રૉકને ગણવામાં આવે છે. ખાસ કરીને વૃધ્ધ વ્યક્તિઓમાં તેની સમસ્યા વધારે થઈ શકે છે. લગભગ 85 ટકા સ્ટ્રૉક ischaemic (ઇશ્કેમિક) હોય છે, જે મુખ્યત્વે મગજને પૂરતુ રક્ત ન મળવાને કારણે થાય છે.

જોકે આ માટે અને તેનાથી થતા નુક્સાન માટે લગભગ 300થી પણ વધારે કારણો જવાબદાર હોય છે. મુખ્યત્વે વૃદ્ધાવસ્થા, હૃદયરોગની બીમારી, બી.પી.(હાયપરટેન્શન), ડાયબીટીઝ, હાયપર કોલેસ્ટરોલેમિયા, ધૂમ્રપાન-દારૂનું વ્યસન જેવા પરિબળો સ્ટ્રૉક આવવાના ચોક્ક્સ કારણોમાં ગણી શકાય.

બ્રેઇન સ્ટ્રૉકના લક્ષણોમાં જોઈએ તો, ચહેરો એક તરફ વાંકો થઈ જવો, હાથ-પગ કે કોઈ એક તરફના અંગમાં નિષ્ક્રિયતા આવવી, બોલવામાં અસમર્થતા કે જીભ લથડવી, ચક્કર આવવા, દેખાવામાં મુશ્કેલી વિગેરે જોવા મળે છે.

બ્રેઇન સ્ટ્રૉક આવ્યાના 3.5 થી 4.5 કલાકની અંદર આર-ટી.પી.એ ઈન્જેક્શન આપવામાં આવે છે, જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારવાર છે.આનાથી મોતનો ખતરો ટળે છે.

એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રૉક (એ.આઈ.એસ)માં એન્ડોવાસ્ક્યુલર સારવાર એક અસરકારક અને આધુનિક ઉપચાર છે.એન્ડોવાસ્ક્યુલર સારવારમાં હૃદય ઉપરાંત મગજ, આંતરડાં, મૂત્રાશય હાથ અને પગ સુધી લોહી પહોંચાડતી આર્ટરીમાં બ્લોકેજ દૂર કરાય છે.

મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી (એમ.ટી.)માં પગની નસમાં પંચર કરવામાં આવે છે અને ડિવાઈસને ત્યાંથી મગજની નસ કે જ્યાં લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે ત્યાં જઈ અવરોધને દૂર કરવામાં આવે છે.

થ્રોમ્બેક્ટોમી ડિવાઇસની મદદથી અવરોધ દૂર કરાતા મગજમાં રક્તનો પ્રવાહ પૂર્વવત્ થઈ જાય છે અને રક્તપરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે. આમ કરવાથી આપણે મગજના ચેતાકોષોને થતાં વ્યાપક નુક્સાનને અટકાવી શકીએ છીએ અને બચાવી પણ શકીએ છીએ.

જો આપણે સમયસર રીતે આ પધ્ધતિ સાથે સ્ટ્રોકનો ઉપચાર કરીએ, તો આપણે મગજના મુખ્ય ભાગને થતા નુક્સાનથી બચાવી શકીએ છીએ. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી (એમ.ટી.)ની સારવાર એ ઇસ્કેમિક સ્ટ્રૉકના દર્દીઓ માટે વરદાન સમાન છે, જે ત્વરીત અને શ્રેષ્ઠ પરિણામો આપે છે. ટૅક્નોલૉજીની દ્રષ્ટિએ એમ.ટી. ખૂબ એડવાન્સ્ડ પ્રક્રિયા છે, જેના માટે અદ્યતન ન્યુરો-કૅથલેબ, સ્ટ્રૉકની સારવારના નિષ્ણાતો અને અનુભવી ટીમ તથા સંપૂર્ણ માળખાગત સુવિધાઓ હોવી જરૂરી છે.