ABVP/ અભાવિપ ગુજરાત પ્રદેશના વર્ષ 2023-24 માટે પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે ડૉ.લક્ષ્મણ ભુતડીયા અને સમર્થ ભટ્ટ નવનિર્વાચિત

ડૉ.લક્ષ્મણભાઈ ભુતડીયા (પાટણ) અને શ્રી સમર્થભાઈ ભટ્ટ (ગાંધીનગર) દેશના અગ્રણી વિધાર્થી સંગઠન અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ મંત્રી તરીકે વર્ષ 2023-24 ની જવાબદારી માટે નવનિર્વાચિત થયા છે.

Gandhinagar Gujarat
અભાવિપ

અભાવિપ પ્રદેશ કાર્યાલય થી આજે ચુંટણી અધિકારી ડો. સુરભીબેન દવે દ્વારા આપેલ વક્તવ્ય અનુસાર ઉપરોક્ત બંને પદાધિકારીઓ નો કાર્યકાળ એક વર્ષનો રહશે અને દિલ્લીમાં આયોજિત તારીખ 7,8,9,10 ડિસેમ્બર 2023 દરમિયાન થનારા 55માં ગુજરાત પ્રદેશ અધિવેશનમાં પદભાર ગ્રહણ કરશે.

ડૉ. લક્ષ્મણભાઈ ભુતડીયા આપ મૂળ ટીંબાચુડી, બનાસકાંઠાના વતની છે. તેમનો અભ્યાસ P.hd સુધીનો છે. વર્તમાનમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન ભવનમાં સહ આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છો. વર્ષ 2013 થી વિદ્યાર્થી પરિષદમાં સંપર્કમાં છે.  પૂર્વમાં પાટણ નગર અધ્યક્ષ, જિલ્લા પ્રમુખ, પ્રદેશ SFD પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની વિવિધ જવાબદારીઓ વહન કરી ચૂક્યા છો.  અત્યાર સુધીના શૈક્ષણિક કાર્યકાળમાં 25 જેટલા શોધ પત્ર અને વિવિધ વિષયો પર 14 જેટલા પુસ્તકો પ્રકાશિત કર્યા છે. સાથે સાથે  NCC માં વિગત 24 વર્ષથી વિવિધ કેમ્પ અને કાર્યક્રમોના માધ્યમથી યુવાનોને દેશભક્તિ સાથે જોડાવાની પ્રેરણા આપી રહ્યા છે તથા NCC માં હાલ પ્રતિષ્ઠિત કેપ્ટન ની રેન્ક નું નિર્વહન કરી રહ્યા છો. આવિષ્કાર જેવા નવાચાર કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને શોધ અને મંચ પ્રદાન કરવાનું પણ કાર્ય કર્યું છે.આપ સત્ર 2023-24 માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નવનિર્વાચિત થયાં છો આપનો નિવાસ પાટણ છે.

સમર્થભાઈ હિતેન ભટ્ટ આપનો અભ્યાસ પ્રતિષ્ઠિત ગુજરાત લો સોસાયટી વિશ્વવિદ્યાલય (GLS) થી LLM સુધીની થયો છે.  વિદ્યાર્થી પરિષદ સાથે વર્ષ 2015 થી સંપર્કમાં છો તથા વર્ષ 2022 થી પૂર્ણકાલીક કાર્યકર્તા છે.  પૂર્વમાં નગર વિદ્યાલય કાર્ય સંયોજક, સોશિયલ મીડિયા સંયોજક, GLS લો કોલેજ અધ્યક્ષ, મહાનગર કારોબારી સદસ્ય, કર્ણાવતી મહાનગર સહમંત્રી, પ્રદેશ મીડિયા સંયોજક અને પ્રદેશ સહમંત્રી જેવા વિવિધ દાયિત્વનું નિર્વહન કર્યું છે. આપ વર્તમાનમાં અભાવિપ ગુજરાત પ્રદેશ સહમંત્રી તરીકેની જવાબદારી વહન કરી છે તથા આપ ગાંધીનગર જિલ્લા વિસ્તારક છો. આપે પ્રદેશના કાયદા કાર્યના વિદ્યાર્થીઓ માં વિવિધ કાર્યક્રમ કરીને, પરિચર્ચાઓના માધ્યમથી રાષ્ટ્રીય વિચાર સાથે જોડવાનું કાર્ય કર્યું છે. આપ વર્ષ 2022 માં મુંબઈ અને વર્ષ 2023 માં બેંગકોકમાં આયોજિત વિશ્વ હિન્દુ કોંગ્રેસ (VHC) માં ભારતીય સંસ્કૃતિ અને વિચાર માટે યુવાઓનું પ્રતિનિધિત્વ કરેલ છે. આપનું કેન્દ્ર ગાંધીનગર છે.



આ પણ વાંચો:શિયાળાની શરૂઆતમાં કેસર કેરી! આંબાના વૃક્ષમાં થતા ફેરફારો વાતાવરણને આધીન

આ પણ વાંચો:ધ્રાંગધ્રામાં દાયકા પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા આવાસના મકાનોની હાલત ખંડેર

આ પણ વાંચો:અમદાવાદમાં IPS અધિકારીના પત્નીની આત્મહત્યાથી ચકચાર