ગાંધીનગર/ દ્રૌપદી મુર્મુનો ગુજરાત પ્રવાસ રદ, સામે આવ્યું આ મોટું કારણ

દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે BJP ના ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરવાના હતા. એટલું જ નહીં તેમના પ્રવાસ દરમિયાન કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરાયુ હતું.

Top Stories Gujarat Others
દ્રૌપદી મુર્મુ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોનું સમર્થન મેળવવાના તેમના અભિયાનના ભાગરૂપે દ્રૌપદી મુર્મુ 13 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, દ્રૌપદી મુર્મુ કેવડિયા ખાતે BJP ના ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરવાના હતા. એટલું જ નહીં તેમના પ્રવાસ દરમિયાન કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરાયુ હતું. પરંતુ હવે ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દ્રૌપદી મુર્મુનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. દ્રોપદી મુર્મૂ આવતીકાલે 13 મી જુલાઈએ દ્રૌપદી ગુજરાત આવવાના હતા, જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાવાનું હતું.

આપને જણાવી દઈએ કે, રાજયમાં  ભાજપની તોતીંગ બહુમતી છે. જેથી ગુજરાતમાંથી તેમને પુરતા મત મળશે. હાલનું દેશનું મતદાનનું આંકડાકીય ચિત્ર જોતા રાષ્‍ટ્રપતિ પદે તેમની જીતના સંજોગો ઉજજવળ છે.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષના રાષ્ટ્રપતિ (Yashwant Sinha Gujarat Visit) પદના ઉમેદવાર યશવંત સિંહા 8મી જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. યશવંત સિંહા ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે ચોથા માળે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી.

આ પણ વાંચો:હવે દિલ્હીથી મુંબઈ માત્ર 12 કલાકમાં પહોંચી જવાશે, 1 લાખ કરોડના ખર્ચે 70% એક્સપ્રેસ વે તૈયાર

આ પણ વાંચો:હવે રૂપિયામાં પણ આંતરરાષ્ટ્રીય વેપાર થશે, આખી દુનિયામાં રૂપિયાનું મહત્વ વધશે

આ પણ વાંચો:ભારે વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ કરાઇ રદ