સારા સમાચાર/ DRDOની કોરોના દવા 2-DG આવતા અઠવાડિયે થશે લોન્ચ, દર્દીઓ ઝડપથી થશે સ્વસ્થ

કોરોના દર્દીઓની સારવાર માટે, ડીઆરડીઓની દવા ‘2-ડીજી’ ના 10 હજાર ડોઝની પ્રથમ બેચ આવતા અઠવાડિયાની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. 

Top Stories India
A 172 DRDOની કોરોના દવા 2-DG આવતા અઠવાડિયે થશે લોન્ચ, દર્દીઓ ઝડપથી થશે સ્વસ્થ

કોરોના દર્દીઓની સારવાર માટે, ડીઆરડીઓની દવા ‘2-ડીજી’ ના 10 હજાર ડોઝની પ્રથમ બેચ આવતા અઠવાડિયાની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. ડીઆરડીઓ અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં દવાઓના ઉપયોગ માટે ઉત્પાદન ઝડપી બનાવવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. ડો.અનંત નારાયણ ભટ્ટ સહિત ડીઆરડીઓ વૈજ્ઞાનિકોની ટીમે આ દવા બનાવી છે.

નોંધનીય છે કે DCGI તરફથી આઠમી મેના રોજ કોવિડને રોકવા માટે ડીઆરડીઓ તરફથી વિકસિત કરવામાં આવેલી દવાના આપતકાલીન ઉપયોગની છૂટ આપી દીધી હતી. મોંઢાથી લેવામાં આવનારી આ દવા કોરોનાના મધ્યમથી લઈને ગંભીર દર્દીઓની સારવાર માટે સહાયક દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. મેડિકલ પરીક્ષમાં સામે આવ્યું છે કે 2-ડીઑક્સી-ડી-ગ્લૂકોઝ (2-ડીજી) દવા હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને ઝડપથી સાજા કરવામાં તેમજ ઑક્સિજનની નિર્ભરતા ઓછી કરવામાં મદદ કરે છે.

DRDO 2DG medicine for treating COVID-19 patients to be launched next week

આ પણ વાંચો :મહારાષ્ટ્રમાં બાળકો કોરોનાથી અસુરક્ષિત, 43 દિવસમાં 76000 થી વધારે માસુમ થયા સંક્રમિત

ગઈકાલે કર્ણાટકના આરોગ્ય પ્રધાન ડો.કે.સુધાકરે ડીઆરડીઓ કેમ્પસની મુલાકાત લીધી હતી. ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ પ્રધાનને 2DG દવા વિશે માહિતી આપી હતી જે કોવિડના યુદ્ધમાં ગેમ-ચેન્જર હોઈ શકે છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં સુધાકરને ટાંકીને જણાવ્યું છે કે, “સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસિત 2-ડીજી એ એક મોટી સિદ્ધિ છે. તે મહામારીને પહોંચીવળવામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને ઝડપથી સ્વસ્થ થશે અને તબીબી ઓક્સિજન પરની નિર્ભરતા પણ ઘટશે.”

sago str 13 DRDOની કોરોના દવા 2-DG આવતા અઠવાડિયે થશે લોન્ચ, દર્દીઓ ઝડપથી થશે સ્વસ્થ

2 ડીજી દવાનું પરીક્ષણ ક્યારે અને કેવી રીતે થયું

એપ્રિલ 2020 માં, મહામારીની પ્રથમ લહેર દરમિયાન, , આઇએનએમએએસ-ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ પ્રયોગશાળા પરીક્ષણો કર્યા. તેઓએ શોધી કાઢ્યું કે આ દવા સાર્સ-સીઓવી -2 વાયરસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે અને વાયરલ વિકાસને અટકાવે છે. મે 2020 માં કોવિડ દર્દીઓમાં 2-ડીજીની તબક્કા-2  ની ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી. મે 20 થી ઓક્ટોબર 2020 દરમિયાન હાથ ધરવામાં આવેલા બીજા તબક્કાના ટ્રાયલ્સમાં દવા સલામત લાગી અને તેમની રીકવરીમાં નોંધપાત્ર સુધારો દર્શાવ્યો. ફેઝ -2 માં 110 દર્દીનું ટ્રાયલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :છત્તીસગઢમાં લોકડાઉન 31 મે સુધી લંબાવાયુ

સફળ પરિણામોને આધારે ડીસીજીઆઈએ નવેમ્બર 2020 માં તબક્કા -3 ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની 27 કોવિડ હોસ્પિટલોમાં ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન 220 દર્દીઓ પર ફેઝ -3 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. તબક્કો III ની ક્લિનિકલ ટ્રાયલ્સની વિગતવાર માહિતી ડીસીજીઆઇને રજૂ કરવામાં આવી હતી. દર્દીઓમાં લક્ષણોનું નોંધપાત્ર પ્રમાણ વધારે જોવા મળ્યું. 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં સમાન વલણ જોવા મળ્યું.

આ પણ વાંચો : ધોરણ 12ની પરીક્ષા માટે આજે ગાંધીનગરમાં રીવ્યુ બેઠક, 5.5 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે લેવાશે નિર્ણય

દેશના કેટલાક રાજ્યો અત્યારે મેડિકલ ઓક્સિજનના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા આવનારા ત્રણ મહિનામાં 850 ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. તેવુ DRDOના ચેરમેન ડૉક્ટર સતીશ રેડ્ડીએ જણાવ્યુ. આમાંથી 500 ઓક્સીજન પ્લાન્ટના પૈસા પીએમ કેયર્સ ફંડમાંથી આવવાના છે. બાકી પ્લાન્ટસ લગાવવા માટે ઈન્ડસ્ટ્રી સાથ આપશે.

kalmukho str 12 DRDOની કોરોના દવા 2-DG આવતા અઠવાડિયે થશે લોન્ચ, દર્દીઓ ઝડપથી થશે સ્વસ્થ