સફળ પરીક્ષણ/ DRDO એ પિનાકા-ER મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક કર્યુ પરીક્ષણ

પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમની ક્ષમતામાં વધારો કરતા, DRDOએ શનિવારે પોખરણ રેન્જમાં એક્સટેન્ડેડ રેન્જ પિનાકા (Pinaca-ER) મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

Top Stories India
પિનાકા ER

પિનાકા રોકેટ લોન્ચર સિસ્ટમની ક્ષમતામાં વધારો કરતા, DRDOએ શનિવારે પોખરણ રેન્જમાં એક્સટેન્ડેડ રેન્જ પિનાકા (Pinaca-ER) મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

આ પણ વાંચો – સાવધાન! / અમદાવાદીઓ થઇ જજો સાવધાન, નાની બેદરકારી આપી શકે છે કોરોનાને આમંત્રણ

આ સિસ્ટમની ડિઝાઈન ડીઆરડીઓ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવી છે. આ રોકેટ સિસ્ટમ પુણે સ્થિત આર્મમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ARDE) અને હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી (HEMRL) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. સફળ ટ્રાયલ બાદ તેને સેનામાં સામેલ કરવામાં આવી છે. ER પિનાકા એ પિનાકાનું સુધારેલું વર્જન છે જે છેલ્લા એક દાયકાથી આર્મીમાં સેવા આપી રહ્યું છે. આ સિસ્ટમ નવી ટેકનોલોજી સાથે ઉભરતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. માહિતી અનુસાર, એક્સટેન્ડેડ રેન્જ પિનાકા (Pinaca-ER) મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમને DRDO લેબોરેટરી ARDE દ્વારા HEMRL, પુણે દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, આ ટેક્નોલોજીને ભારતીય ઉદ્યોગમાં ટ્રાન્સફર કરવામાં આવેલ છે. અગાઉ, DRDO એ 24 અને 25 જૂન 2021નાં રોજ મલ્ટી-બેરલ રોકેટ લૉન્ચર (MBRL)નું ચાંદીપુર, ઓડિશા ખાતે સંકલિત ટેસ્ટ રેન્જમાં પરીક્ષણ કર્યું હતું.

DRDO એ મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર (MBRL) ની રેન્જ વિસ્તારી છે. જેના કારણે તેની મારક ક્ષમતામાં વધારો થઇ ગયો છે. પહેલા જ્યાં તેની રેન્જ 45 કિમી હતી. હવે તેને વધુ લંબાવવામાં આવી છે. જેથી હવે આપણા દુશ્મનોને વધુ સરળતાથી સચોટ જવાબો આપી શકાશે. આ પરીક્ષણ જોઈને અને ભારતને સતત આગળ વધતો જોઈને ચિંતામાં રહેલા પડોશી દેશો પણ વિચારવા મજબૂર થઈ ગયા હશે. માહિતી અનુસાર, પિનાકા સિસ્ટમની બેટરીમાં છ લૉન્ચ વાહનો, તેમજ લોડર સિસ્ટમ, રડાર અને નેટવર્ક સિસ્ટમ સાથે લિંક અને કમાન્ડ પોસ્ટનો સમાવેશ થાય છે. એક બેટરી દ્વારા બે કિલોમીટરનાં વિસ્તારને સંપૂર્ણ રીતે તોડી શકાય છે. માર્ક-1 ની રેન્જ લગભગ 40 કિમી છે જ્યારે માર્ક-2 થી 75 કિમી દૂર સુધીનાં લક્ષ્યોને હિટ કરી શકાય છે.