Not Set/ અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ

રાજ્યમાં રોજ કોરોનાનાં આંકડા વધી રહ્યા છે. પરિસ્થિતિ એવી આવી ગઇ છે કે, હવે હોસ્પિટલમાં કોઇ બેડ્સ ખાલી નથી. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએે તો અહી સ્થિતિ બેકાબુ બની ગઇ છે.

Top Stories Ahmedabad Gujarat
mmata 78 અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ
  • અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ
  • શહેરમાં PPP ધોરણે શરૂ થશે ડ્રાઇવ થ્રુ ટેસ્ટ
  • સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ
  • 800 રૂપિયામાં થશે ડ્રાઇવ થ્રુ RTPCR ટેસ્ટ

રાજ્યમાં રોજ કોરોનાનાં આંકડા વધી રહ્યા છે. પરિસ્થિતિ એવી આવી ગઇ છે કે, હવે હોસ્પિટલમાં કોઇ બેડ્સ ખાલી નથી. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએે તો અહી સ્થિતિ બેકાબુ બની ગઇ છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓનાં સગા રાહ જોઇ રહ્યા છે કે ક્યારે અંદર દાખલ દર્દી બેડ્સ ખાલી કરે અને અમને જગ્યા મળે. આવી સ્થિતિમાં હવે લોકો કોરોનાનાં ટેસ્ટ કરાવી રહ્યા છે. જેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

mmata 80 અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ

પ્રતિબંધ / જ્હોનસન એન્ડ જ્હોનસન રસી પર રોક લગાવવાની કરાઇ ભલામણ, જાણો શું છે કારણ

હાલમાં કોરોનાનાં ટેસ્ટ માટે લેબોરેટરીમાં લાંબી લાઇનો જોવા મળી રહી છે. ટેસ્ટ તો થઇ જાય છે પરંતુ તેનો રિપોર્ટ આવવામાંં 2 થી 3 દિવસનો સમય લાગે છે. ત્યારે અમદાવાદ શહેરનાં લોકોમાં કોરોના વાયરસ દ્વારા થતા સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કોરોના સંક્રમણને અટકાવવા માટે ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જેમાં અમદાવાદ શહેરનાં તમામ સાતેય ઝોનમાં વિવિધ જગ્યાઓએ અગ્રેસિવ ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. હવે RT-PCR ટેસ્ટની એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ છે ‘ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ’ કરવાનો. દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં ‘ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ’ કરવામાં આવશે.

mmata 79 અમદાવાદમાં આજથી ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ શરૂ, સવારે 8 વાગ્યાથી GMDC ગ્રાઉન્ડમાં થશે ટેસ્ટ

સાવધાન! / જો કોરોનાને કાબુમાં રાખવો છે તો જીવતા જંગલી પ્રાણીઓને વેચવા પર લાગે રોક : WHO

અમદાવાદમાં કોરોનાનોન ટેસ્ટ કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. જ્યારે આ ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ બે કે ત્રણ દિવસે સામે આવી રહ્યા છે. અત્યારે શહેરમાં કોરોના પર કાબૂ મેળવવા માટે સઘન ટેસ્ટિંગ માટેનું અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો શહેરની લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો હોય છે. જેમાં કેટલાંક એવાં દર્દીઓ પણ હોય છે કે જેના કારણે કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ માટેની શરૂઆત કરવામાં આવી છે. આપને જણાવી દઇએે અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડમાં આ ટેસ્ટ થશે. આ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ