પંચમહાલ/ ગોધરા શહેરના લુણાવાડા સ્ટેટ હાઈવે ઉપર ચાલતી ભૂગર્ભ ગટર યોજનાના પોલખોલ જેવી કામગીરીઓથી વાહન ચાલકો લાચાર

મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ ગોધરા શહેરના લુણાવાડા સ્ટેટ હાઈવે રોડ ઉપર જી.આઈ.ડી.સી.ની સામે ચાલી રહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાને કારણે અહીં આસપાસની સોસાયટીઓના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમાં આ કામ કરાવનાર ઈજારદાર એજન્સી પણ કોઈનું સાંભળતા નહિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી માટે ખોદવામાં […]

Gujarat Others
Untitled 228 ગોધરા શહેરના લુણાવાડા સ્ટેટ હાઈવે ઉપર ચાલતી ભૂગર્ભ ગટર યોજનાના પોલખોલ જેવી કામગીરીઓથી વાહન ચાલકો લાચાર

મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ

ગોધરા શહેરના લુણાવાડા સ્ટેટ હાઈવે રોડ ઉપર જી.આઈ.ડી.સી.ની સામે ચાલી રહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાને કારણે અહીં આસપાસની સોસાયટીઓના રહીશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.વધુમાં આ કામ કરાવનાર ઈજારદાર એજન્સી પણ કોઈનું સાંભળતા નહિ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.આ ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી માટે ખોદવામાં આવેલ ખાડાઓમાં દેખાવ ખાતર માટી પુરાણ કરી દેવામાં આવ્યા છે. ઈજારદાર એજન્સીના આ પોલખોલ જેવા વહીવટના પાપે ચોમાસાના આરંભ સાથે જ સર્જાયેલા આ કાદવ કીચડના સામ્રાજયમાં અહીં ઘણાબધાં વાહનો ફસાવાને કારણે ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થવા પામી હોય છે.

પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરનુ કામ કાજ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યુ છે.આ ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે જે.સી.બી. મશીન વડે મોટા મોટા ખાડા ખોદીને માટી બહાર કાઢવામા આવી રહી છે. આ ખાડાઓ ખોદયા બાદ ભૂગર્ભ ગટર લાઈન માટે પાઈપ લાઈન નાખી દીધા પછી પણ ખાડાઓ ઉપર માટી પુરાણ સરખી રીતે ન કરવામાં આવતા માટીના ઢગ ખડકાયા છે. અહીના સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે આ બાબતે ઈજારદાર એજન્સીને આ અંગે અનેક વાર રજૂઆત કરવા છતા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતા અને હાલ ચોમાસાની ઋતુને કારણે ઈજારદાર એજન્સીના આ પોલખોલ જેવા વહીવટના પાપે કાદવ કીચડનું સામ્રાજય વ્યાપેલ છે.

તેમજ અહીં રોડની નજીક અનેક પ્રકારની દુકાનો આવેલી છે અને ત્યાં આવતા ભારદારી વાહનો માલ સમાન લેવા મુકવા માટે આવતા હોય છે અને આ કાદવ કીચડના સામ્રાજયમાં વાહનો ફસાઈ જતા ભારે આક્રોશ ઉભો થવા પામ્યો છે.એટલુ જ નહી અહીંથી આસપાસની સોસાયટી ઓમાં જવાના રસ્તાઓ પર પણ આ જ પરિસ્થિતિ ઉભી થતા સ્થાનિક રહીશો તેમજ અવર જવર કરતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.આ ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર એજન્સી સામે તંત્ર પગલાં લે તેવું સ્થાનિકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ કહેવાય છે કે આ ઈજારદાર એજન્સીઓની દાદાગીરી સામે ગોધરા પાલિકા તંત્ર પણ લાચાર છે.