Not Set/ ડ્રગ એડિક્ટે, પત્ની અને 3 બાળકોનાં મોઢે ટેપ લગાવી કરી હત્યા, પોતે પણ કરી આત્મહત્યા

રાજધીનાનાં એક પરા સમાન ગાઝિયાબાદમાં બુરાડીકાંડ જોવી હદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદમાં મશૂરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક મકાનનાં એક ઓરડામાંથી એક સાથે 4-45 મૃતદેહ અને એક મહિલા અર્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર આર્થે હોસ્પીટલમાં ખસેડવામા આવી હતી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત […]

Top Stories India
buradi 1 ડ્રગ એડિક્ટે, પત્ની અને 3 બાળકોનાં મોઢે ટેપ લગાવી કરી હત્યા, પોતે પણ કરી આત્મહત્યા
રાજધીનાનાં એક પરા સમાન ગાઝિયાબાદમાં બુરાડીકાંડ જોવી હદય કંપાવી દેતી ઘટના સામે આવી છે. દિલ્હી-એનસીઆરના ગાઝિયાબાદમાં મશૂરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક મકાનનાં એક ઓરડામાંથી એક સાથે 4-45 મૃતદેહ અને એક મહિલા અર્ધ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને સારવાર આર્થે હોસ્પીટલમાં ખસેડવામા આવી હતી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.
buradi1 ડ્રગ એડિક્ટે, પત્ની અને 3 બાળકોનાં મોઢે ટેપ લગાવી કરી હત્યા, પોતે પણ કરી આત્મહત્યા
પ્રાથમિક માહિતી અનુસાર મરનાર વ્યકિત ડ્રગનાં વ્યસનનાં સકંજામાં સપડાયો હતો. અને ઘણા સમયથી તેની આ સંદર્ભે સારવાર ચાલી રહી હતી. આ વ્યક્તિની પત્ની પણ હોસ્પીટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. નસાનાં કારણે લાંબા સમય સુધી બેરોજગાર રહેલા આ વ્યક્તિએ બે દિવસ પહેલા ખાનગી કંપનીમાં નોકરી પર જવાનું શરૂ કર્યું, પરંતુ શુક્રવારે, તે વ્યક્તિએ સમગ્ર પરિવારને ક્રૂર રીતે મારી નાખ્યો અને પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. 
એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

શુક્રવારે સવારે ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાં, પત્ની અને ત્રણ બાળકોને મોતને ધાટ ઉતારી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની વાતો વાયુ વેગે પ્રસરી જતા લોકોનાં ટોળાને ટોળા ઉમટી પડ્યા હતા. હતપ્રભ બનેલા ઘરનાં અન્ય પરિવાજન અને લોકો દ્રારા આ ઘટનાની જાણ તુરંત પોલીસને કરવામા આવી હતી.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

પોલીસને કરવામાં આવેલ જાણ બાદ પોલીસ તુરંતમાં જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જ્યારે પોલીસ દ્રારા અંદરથી બંધ કરવામા આવેલા ઓરડાનો દરવાજો તોડી અંદર પહોચવામા આવ્યું, ત્યારે પોલીસ પણ હચમચી ગઇ તોવા દ્રશ્યો સામે આવ્યા. પલંગ પર એક વ્યક્તિ અને 3-3 માસૂમોનાં મૃતદેહથી ઘડી ભરતો પોલીસ પણ અવાચક બની ગઇ હતી. તો પલંગની નીચેની બાજુમાંએ લોહીનાં ખાબોચીયામાં મૃતની પત્ની કણસતી અર્ઘમૃત હાલતમાં જોવા મળી હતી. પોલીસ દ્રારા તુરંત જ મહિલાને હોસ્પીટલ ખસેડામાં આવી હતી. પરંતુ મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

પ્રાપ્ત માહિતી અનુસાર 42 વર્ષીય પ્રદીપ કુમાર જે તેમના માતા-પિતા, બહેન, પત્ની અને ત્રણ બાળકો સાથે ગાઝિયાબાદનાં મસૂરીની વિસ્તારમાં ન્યૂ શતાબ્દીપુરમ વસાહતમાં રહેતા હતો. પ્રદીપ અને તેની પત્ની અને ત્રણ બાળકો તેમના રૂમમાં ઊંઘી ગયા હતા. મોડે સુધી ઓરડા માથી કોઇ શુક્રવારે સવારે બહાર ન આવતા પરિવારજનો દ્રારા દરવાજો ખખડાવતા કોઇ પ્રતિભાવ ન મળ્યો હોવાથી પરિવારજનો દ્રારા ઓરડાની બારીમાંથી અંદર ડોક્યું કરવામા આવતા સર્વે લોકો હચમચી ગયા હતા.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

ઓરડામાં 42 વર્ષીય પ્રદીપ, 8 વર્ષ, 5 વર્ષ અને 3 વર્ષનાં તેના ત્રણ બાળકો પલંગ પર મૃત હોલતમાં જોવામા આવ્યા. તો પ્રદિપની 40 વર્ષીય પત્ની સંગીતા પલંગની નીચે આપતી જનક સ્થિતિમાં પડી હતી. પત્નીનાં માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, અને તે લોહીનાં ખાબોચીયામાં કણસી રહી હતી. લોહીનાં ખાબોચીયા પાસે હથોડી પણ નજીકમાં પડી હતી. તમામનાં મોઢા પર કાળા રંગની લગભગ 4 ઇંચ પહોંડી ટેપ લાગેલી હતી.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે પ્રદીપે સૌ પ્રથમ તમામ હાજર લોકોનાં મો પર કાળા રંગની ટેપ મારી હશે, બાદમાં પહેલા તેની પત્નીને હથોડીનાં ફટકા માર્યા હશે. ત્યાર પછી ત્રણ બાળકોને ગળાટુપો આપી હત્યા કરી હશે અને પછી તેને પોતે આત્મહત્યા કરી હશે. ઓરડો અંદરથી બંધ કરી આ કૃત્ય કરવામા આવ્યું હોવાની પૂરી શક્યતા છે કારણ કે દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો પોલીસ દ્રારા સખત મહેનત પછી તોડવામા આવ્યો હતો.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

એવું કહેવામાં આવે છે કે પ્રદીપ ખાનગી કંપનીમાં કામ કરતો હતો અને આ ઘરમાં તેમના માતા-પિતા એક બહેન અને તેની પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હતો. માતા-પિતા અને બહેન ઘરના બીજા ઓરડામાં હતાં. માતા-પિતા અને બહેન દ્રારા જણવવામા આવે છે કે રાત્રે તે લોકોએ કોઇ પણ પ્રકારનો શોરબકોર કે રોકકડ સાંભળી નહોતી. સવારે મોડે સુધી કોઇ ઓરડામાંથી બહાર ન આવતા અને બાદમાં ઓરડાની બારીમાંથી જોવામા આવતા અનહોની થયાની ભીતી જણાઇ હતી.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

પોલીસ કહે છે કે ઘટના સ્થળ પરથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવેલી છે. પોલીસ દ્રારા સ્યૂસાઇડ નોટ મામલે તપાસ કરવામા આવી રહી છે. ત્યારે પોલીસ તપાસમાં આજુબાજુ વાળાનાં જણાવ્યા પ્રમાણે પ્રદિપ નશાનો આદી હતો અને આજ કારણે કંકાસ જોવા મળતો હતો. પ્રદિપની પત્ની હોસ્પીટલમાં કામ કરતી અને ત્યા પ્રદિપની પણ સારવાર કરાવવામા આવી હતી. થોડા દિવસ પહેલા જ પ્રદિપે ફરી નોકરી શરૂ કરી હતી.

એક કોટ, 4 મૃતદેહ, મૃત્યુનો માર્ગ, પોલીસને trembled; ફોટા

હોલ પોલીસ દ્રારા ઘટના સ્થળેથી મળેલ મર્ડર વેપન, સ્યૂસાઇડ નોટ અને તમામ એવીડન્સને લઇને આગળ તપાસ હાથઘરવામા આવી રહી છે. ઘટનાની જાણ થતા ખુદ ગાઝિયાબાદના એસએસપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.