Kerala Blast/ દુબઈ કનેક્શનનો ખુલાસો, ડોમિનિક માર્ટિન માત્ર એક પ્યાદુ છે  તો બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ કોણ?

એર્નાકુલમ, કેરળ રવિવારે એક પછી એક અનેક બ્લાસ્ટથી હચમચી ગયું હતું. હવે આ મામલે દુબઈ કનેક્શન સામે આવ્યું છે.

Top Stories India
Dubai connection exposed, Dominic Martin is just a pawn So who is the mastermind of the blast?

કેરળનું એર્નાકુલમ એક પછી એક અનેક બ્લાસ્ટથી હચમચી ગયું હતું. ત્રણ બોમ્બ વિસ્ફોટ બાદ સવારે પોલીસ માત્ર તપાસની વાત કરી રહી હતી. સાંજ સુધીમાં તેણે બ્લાસ્ટની જવાબદારી સ્વીકારનારને પણ શોધી કાઢ્યો. આ દરમિયાન કેરળમાં થયેલા બ્લાસ્ટનું દુબઈ કનેક્શન સામે આવ્યું છે.

આરોપીએ જવાબદારી સ્વીકારી આત્મસમર્પણ કર્યું

બોમ્બ વિસ્ફોટની જવાબદારી લેતા કોચીના રહેવાસી ડોમિનિક માર્ટિને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આરોપીએ દાવો કર્યો છે કે તેણે બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. માર્ટિને ફેસબુક પર લાઈવ કરીને બ્લાસ્ટની જવાબદારી લીધી અને પછી પોલીસ સ્ટેશન જઈને આત્મસમર્પણ કર્યું. ડોમિનિકે દાવો કર્યો છે કે તેણે કન્વેન્શન સેન્ટરમાં ત્રણ બોમ્બ પ્લાન્ટ કર્યા હતા, ત્યારબાદ રવિવારે સવારે ખ્રિસ્તી લોકોની પ્રાર્થના સભામાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.

કેરળ બ્લાસ્ટનું દુબઈ કનેક્શન સામે આવ્યું 

દરમિયાન કેરળમાં થયેલા બ્લાસ્ટનું દુબઈ કનેક્શન સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે શંકાસ્પદ આરોપી ડોમિનિક માર્ટિન 2 મહિના પહેલા દુબઈથી ભારત આવ્યો હતો. ડોમિનિક લગભગ 15 વર્ષથી દુબઈમાં રહે છે અને ત્યાં ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.તે ભારત આવીને ટ્યુશન ટીચર તરીકે કામ કરતો હતો. ડોમિનિકના બે બાળકો છે, જે વિદેશમાં છે. ડોમિનિકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

માર્ટિન માત્ર એક પ્યાદુ છે તો બ્લાસ્ટમાં માસ્ટરમાઈન્ડ કોણ ?

હવે આ બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ડોમિનિક કોના સંપર્કમાં હતો. બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ ડોમિનિક માર્ટિનની કુંડળીની તપાસ કરી રહી છે, જેથી એ જાણી શકાય કે જો તે માત્ર એક પ્યાદું હતું તો આ બ્લાસ્ટ પાછળ માસ્ટરમાઈન્ડ કોણ હતું અને કોણે તેને કરાવવાનું કાવતરું ઘડ્યું હતું.

વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ

કેરળના કલામસેરીમાં ખ્રિસ્તી સમુદાયના એક કોન્ફરન્સ સેન્ટરમાં ત્રણ દિવસીય પ્રાર્થના સભાના સમાપન સમયે રવિવારે સવારે થયેલા વિસ્ફોટોમાં મૃત્યુઆંક વધીને ત્રણ થઈ ગયો છે, જ્યારે ચાર ઘાયલોની હાલત ગંભીર છે. માહિતી આપતા રાજ્યના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે એર્નાકુલમ જિલ્લાના મલયાત્તૂરની રહેવાસી લિબિના નામની 12 વર્ષની બાળકીનું રવિવારે મોડી રાત્રે કલામાસેરી સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અગાઉ, પ્રાર્થના સભામાં ભાગ લેનાર બે મહિલાઓનું રવિવારે મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો:UP ACCIDENT/ઉ.પ્ર.માં સ્કૂલ બસ અને વાન વચ્ચે જોરદાર ટક્કર, ચાર બાળકો સહિત પાંચના મોત

આ પણ વાંચો:assembly elections 2023/રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને દિલ્હી મુખ્યાલય પર આજે મનોમંથન

આ પણ વાંચો:Supreme Court/દિલ્હી લિકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો