World News/ દુબઈમાં કુવૈતી ટેન્કર પર ઈરાનનો ડ્રોન હુમલો, દરિયામાં તેલના રિસાવથી પર્યાવરણીય આફતનો ખતરો

દુબઈના જેબેલ અલી બંદર પર કુવૈતી Oil attack ટેન્કર પર ઈરાને ડ્રોન હુમલો કર્યો છે. 20 લાખ બેરલ તેલના રિસાવથી દરિયાઈ જીવસૃષ્ટિ અને માનવ સ્વાસ્થ્ય પર થનારા ખતરા વિશે વાંચો આ ખાસ અહેવાલમાં.

Top Stories World
Oil attack

Dubai Oil Tanker Attack: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાની ડ્રોને દુબઈના જેબેલ અલી બંદરગાહ પર લાંગરેલા કુવૈતી ઓઈલ ટેન્કર ‘અલ સાલમી’ ને નિશાન બનાવ્યું છે. આ ટેન્કરમાં (Oil attack )આશરે 20 લાખ બેરલ તેલ ભરેલું હતું. હુમલાને કારણે ટેન્કરમાં આગ લાગી હતી અને તેના બાહ્ય હિસ્સાને ભારે નુકસાન થયું છે. જોકે આગ પર કાબૂ મેળવી લેવાયો છે, પરંતુ દરિયામાં તેલના રિસાવનો જે ખતરો ઉભો થયો છે તેણે પર્યાવરણવાદીઓની ઊંઘ ઉડાવી દીધી છે.

Oil attack (તેલનું રિસાવ) કેમ છે ખતરનાક?

નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) મુજબ, સમુદ્રમાં તેલનું રિસાવ બે રીતે વિનાશ નોંતરે છે:

હવા અને સ્વાસ્થ્ય પર અસર:

દુબઈની આસપાસના ગરમ પાણીમાં કાચું તેલ ખૂબ જ ઝડપથી ફેલાય છે. તેલનો એક મોટો હિસ્સો 24 થી 48 કલાકની અંદર વરાળ બનીને હવામાં ભળી જાય છે. આ કાર્બનિક સંયોજનો વાતાવરણમાં ફેલાતા હવાની ગુણવત્તા બગડે છે, જે આસપાસ રહેતા લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

દરિયાઈ જીવો માટે ‘ઝેર’

પક્ષીઓ અને પ્રાણીઓ: તેલ (Oil attack) પક્ષીઓના પાંખ પર જામી જાય છે, જેથી તેઓ ઉડી શકતા નથી. દરિયાઈ પ્રાણીઓના શરીર પર તેલ જામવાથી તેમને ‘હાઈપોથર્મિયા’ (શરીરનું તાપમાન ઘટી જવું) નો ખતરો રહે છે.

ઝેરી તત્વો: તેલમાં રહેલા ઝેરી કેમિકલ્સ માછલીઓ અને અન્ય જીવોના હૃદય અને રોગપ્રતિકારક શક્તિ (Immune System) ને નુકસાન પહોંચાડે છે, જે અંતે તેમના સામૂહિક મૃત્યુનું કારણ બને છે.

Oil attack

સફાઈની જવાબદારી કોની?

આંતરરાષ્ટ્રીય નિયમો (ઓઈલ પોલ્યુશન એક્ટ, 1990) મુજબ, તેલના રિસાવ માટે જે પક્ષ જવાબદાર હોય તેમણે જ સફાઈનો તમામ ખર્ચ ભોગવવો પડે છે. આ પ્રક્રિયાને નેચરલ રિસોર્સ ડેમેજ એસેસમેન્ટ (NRDA) કહેવામાં આવે છે. જો ઈરાની હુમલાને કારણે રિસાવ સાબિત થાય, તો તેની કાયદાકીય અને આર્થિક જવાબદારી નક્કી કરવી એ એક મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ બની શકે છે.

વૈશ્વિક બજાર પર અસર

આ હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ એશિયાઈ બજારોમાં તેલની (Oil attack)કિંમતોમાં 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જો હોર્મુઝની સામુદ્રધુની કે દુબઈ જેવા મહત્વના બંદરો પર આવા હુમલા ચાલુ રહેશે, તો વિશ્વમાં ઈંધણની કિંમતો આસમાને પહોંચી શકે છે.


આ પણ વાંચો :  તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો :  ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ

આ પણ વાંચો :  પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન