lake/ ગરમીને કારણે શહેરના તળાવો સુકાતા લોકો પરેશાન

લોકો ગરમીથી બચવા ગાર્ડન અને તળાવને કાંઠે જતા હોય છે

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 20T212133.459 ગરમીને કારણે શહેરના તળાવો સુકાતા લોકો પરેશાન

Ahmedabad News : અમદાવાદમાં ગરમીએ માઝા મુકી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે વોટરપાર્ક હોય કે પછી સ્નો પાર્ક હોય કે દરિયા કિનારાનો પ્રવાસ ખેડી રહ્યા છે. લોકો અસહ્ય ગરમીથી બચવા માટે ગાર્ડન કે તળાવનો સહારો લેતા હોય છે. બીજીતરફ અમદાવાદમાં 140 જેટલા તળાવો આવેલા છે પરતું કેટલાક તળાવો સાવ સુકાયેલી હાલતમાં નજરે ચડે છે.

ઐતિહાસિક સરખેજ રોજાના તળાવની વાત કરીએ તો આ તળાવ 17 એકરમાં ફેલાયેલું છે. પરંતુ સરખેજ રોજાના આ તળાવમાં એક પણ ટીપું પાણી નથી. જે 600 વર્ષ પૂર્વે બંધાયેલા આ તળાવની ફરતે અવનવા મોમેન્ટ પણ આવેલા છે. જેથી કરીને નાગરિકો ફોટોગ્રાફી માટે ફરવા માટે તેમજ આસ્થા પણ આ તળાવ સાથે જોડાયેલી છે.
તે સિવાય ચાંદલોડિયામાં આવેલા તળાવમાં પણ એક પણ ટીપું પાણી નથી. તળાવ પાસે રહેતા એક રહેવાસીનું કહેવું છે કે,જો આ તળાવનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો વધતી ગરમીમાં આસપાસના વસતા લોકો માટે આશીર્વાદ રૂપ નીવડે. પરંતુ હાલ તળાવમાં પાણી ન હોવાથી ગરમીથી બચવા તળાવ કિનારે ટહેલવા આવતા લોકોને ગરમીનો સામનો કરવો પડે છે.

ચાંદલોડિયાની માફક રાણીપ ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. મસ મોટા તળાવો શહેરભરમાં આવેલા છે. પરંતુ જાણે શહેર પરના તળાવોમાં પાણી જ ન હોય તે પ્રકારની સ્થિતિ છે. ચાંદલોડિયા હોય રાણીપ હોય કે પછી સરખેજ હોય આ તમામ તળાવો ઉનાળાના સમયમાં પાણી એક પણ ટીપું નથી.

તે જ રીતે રાણીપમાં આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ચાંદલોડિયા હોય રાણીપ હોય કે પછી સરખેજ હોય આ તમામ તળાવો ઉનાળાના સમયમાં પાણી એક પણ ટીપું નથી.
શહેરમાં કોર્પોરેશન હસ્તક અંદાજિત 113 જેટલા અને કલેક્ટર હસ્તક 30 જેટલા તળાવો આવેલા છે પરંતુ આ તળાવમાં ઘણા ખરા તળાવો ખાલી જોવા મળી રહ્યા છે. જેને કારણે આ તળાવો જાણે શોભા પુરતા હોય તેવું લાગી રહ્યું છે.

વિવિધ તળાવની વાત કરીએ તો,17 એકરમાં ફેલાયેલું ઐતિહાસિક સરખેજ રોજાનું તળાવ છે અમદાવાદની શોભા વધારતા સરખેજ રોજાના આ તળાવમાં એક પણ ટીપું પાણી નથી.આમ તો સરખેજ રોજાનું તળાવ ઐતિહાસિક તળાવ છે. જે 600 વર્ષ પૂર્વે બંધાયેલું 17 એકરમાં ફેલાયેલું છે. આ તળાવની ફરતે અવનવા મોમેન્ટ પણ આવેલા છે. જેથી કરીને નાગરિકો ફોટોગ્રાફી માટે ફરવા માટે તેમજ આસ્થા પણ આ તળાવ સાથે સંકળાયેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન