Gujarat News : ગુજરાતમાં ખરીફ-૨૦૨૫માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તમામ પ્રાથમિક પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા માટે સંભવિત તા. 1 નવેમ્બર, 2025ને ધ્યાને રાખીને સૂચનાઓ આપવામાં આવી હતી.
હાલની સ્થિતિએ ગુજરાતના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમજ કેટલાક જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પણ નોંધાયો છે. રાજ્યમાં સર્જાયેલી આ કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનું આયોજન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.
ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી શરૂ કરવાની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી એક ઐતિહાસિક અને ભવ્ય રૂપ ધારણ કરશે…
આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન
