Not Set/ પવનચક્કીના પાપે મોરના ટહુકા વિલાયા, મહિનામાં 25થી મોર વધુનાં મોત 

અબડાસા. અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત  થયાની ઘટના સામે આયા છે. એક મહિનામાં 25 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પવનચક્કીના કારણે નિપજ્યા હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે. સીમમાં મોટાપાયે ખાનગી કંપનીની પવનચક્કીઓ આવતાં વન્ય જીવો મુશ્કેલીમાં આવી ગયા છે. જે રીતે આવા બનાવોમાં […]

Top Stories Gujarat Others
Mystery પવનચક્કીના પાપે મોરના ટહુકા વિલાયા, મહિનામાં 25થી મોર વધુનાં મોત 
અબડાસા.
અબડાસા તાલુકાના મોટી વમોટી ગામની સીમમાં ખાનગી કંપનીની પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત  થયાની ઘટના સામે આયા છે. એક મહિનામાં 25 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પવનચક્કીના કારણે નિપજ્યા હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે.
સીમમાં મોટાપાયે ખાનગી કંપનીની પવનચક્કીઓ આવતાં વન્ય જીવો મુશ્કેલીમાં આવી ગયા છે. જે રીતે આવા બનાવોમાં સતત ઉછાળો આવી રહ્યો છે તે જોતાં આવનારા સમયમાં અબડાસામાં સવાર અને સાંજ મોરના ટહુકા સાંભળવા નહીં મળે તેવું ખેદ સાથે જણાવ્યું હતું. આ અંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આવી ખાનગી કંપનીઓ આ વિસ્તારમાં આવવાના કારણે વન્ય સંપદાને ભારે નુકસાન થયા છે.
આ મામલે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પવનચક્કીઓ વાળા સામે કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીયપક્ષી મોરને રાષ્ટ્રીય સન્માનથી દફનવિધિ કાર્યક્રમમાં તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમગ્ર કચ્છભરમાંથી સૌ કચ્છપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, રાષ્ટ્રપ્રેમીઓ, સૌ સંગઠનોએ આ રાષ્ટ્રપક્ષીના સન્માનમાં અંજલિ આપવા પધારવા ધારાસભ્યએ અપીલ કરી છે.
અબડાસા તાલુકાના વમોટી ગામની સીમમાં:- 
પવનચક્કીના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. છેલ્લા એક મહિનામાં 25 થી વધુ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત પવનચક્કીના કારણે નિપજ્યા હોવાનો ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો છે.
આ બાબતે રાજ્ય અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ દ્વારા શરૂઆત થી જ વન્યસંપદા અને પર્યાવરણ નો નાશ કરી રહેલ પવનચક્કીઓ ની સામે રાજયકક્ષા એ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ના થતી હોય તેમજ અગાઉ પણ સેંકડો રાષ્ટ્રિયપક્ષી આ પવનચક્કીઓની ઘોર બેદરકારીના કારણે હત્યા થયી ચૂકી છે ત્યારે ગઇકાલે ફરી એક વખત પવનચક્કીઓ ની બેદરકારી થી રાષ્ટ્રીયપક્ષી મોરની હત્યા થયી છે.
ઘટનાના વિરોધમાં કાલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ સંપૂર્ણ રીતે રાષ્ટ્રીયપક્ષી મોરને રાષ્ટ્રીય સન્માનથી દફનવિધિ કાર્યક્રમમાં તેમજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સમગ્ર કચ્છભરમાંથી સૌ કચ્છપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ, રાષ્ટ્રપ્રેમીઓ, સૌ સંગઠનોએ આ રાષ્ટ્રપક્ષીના સન્માનમાં અંજલિ આપવા પધારવા ધારાસભ્ય એ અપીલ કરી છે.