સુરત/ ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક બની કાળ, થોડાક દિવસ પહેલા યુગલની થઈ હતી સગાઇ

સુરતમાં આવેલા ડુમસ ખાતે આ યુગલ ફરવા ગયું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરીને પરત ફરી રહેલા આ કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું હતું.

Gujarat Surat
A 146 ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક બની કાળ, થોડાક દિવસ પહેલા યુગલની થઈ હતી સગાઇ

સુરતમાંથી એક દર્દનાક ઘટના સામે આવી રહી છે, જ્યાં ડુમસ ફરવા ગયેલા એક કપલ માટે ટ્રક કાળ બનીને આવી હતી, જેમાં આ યુગલનું મોત થવાની ખબર સામે આવી છે. જોકે આ યુગલ અંગેની ચોકાવનારી વાત એ છે કે, તેમની સગાઈને હજી એક મહિનો પણ થયો ન હતો અને લગ્નની શરણાઈઓ હજી તો વાગવાની બાકી હતી. જેથી આ ઘટનાથી પરિવારમાં પણ શોકનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, સુરતમાં આવેલા ડુમસ ખાતે આ યુગલ ફરવા ગયું હતું અને ત્યારબાદ ત્યાંથી ફરીને પરત ફરી રહેલા આ કપલનું બાઇક મગદલ્લા ચોકડી પાસે બુધવારે સાંજે ઓવરટેક કરવા જતાં ટ્રકના પાછલા વ્હીલમાં ઘુસી ગયું હતું. જેથી બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો : બસમાં સવાર 31 નશાખોરોએ 31 કી.મી સુધી મચાવ્યો આતંક

આ ઘટનામાં ઈજાઓ પહોંચ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયાં હતાં.

આ યુગલની વાત કરીએ તો તે, યુવક એ મહારાષ્ટના નંદુરબારના આમલાડ ગામે રહેતા પંકજ સાથે તેની ફિયાન્સી ભાવનાની 21 દિવસ પહેલા સગાઈ થઇ હતી. જેથી તેઓ સુરતના ઉધના ખાતે સંબંધીને ત્યાં આવ્યા હતા. જ્યાંથી તેઓ ડુમસ ફરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પાછા આવતી વખતે તેઓનું મોત થયું છે.

આ પણ વાંચો :જામનગરમાં ૨૫ વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, કારણ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી

બીજી બાજુ મૃતકના ભાઈએ પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો કે, 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી પરંતુ 108ને આવવામાં મોડુ થયું હતું અને ચોકડી પર તૈનાત પોલીસની ગાડી પણ હતી, કરી છતાં પોલીસે મદદ ન કરી હતી.

આ પણ વાંચો :તાઉ તે વાવાઝોડાથી ગુજરાતમાં થયું વ્યાપક નુકશાન, સર્વેમાં સામે આવ્યું 11, 346 કરોડનું નુકશાન