દ્વારકા/ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે,કોંગ્રેસ ચિંતન શિબિરમાં 11 મુદ્દાઓ પર થશે ચર્ચા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે દ્વારકા હેલિપેડ પહોંચશે. ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરશે.

Gujarat Others
રાહુલ ગાંધીનો
  • દ્વારકા:  ચિંતિન શિબિરમાં રાહુલ ગાંધી આપશે હાજરી
  • રાહુલ ગાંધી દ્વારકાધીશ મંદિરમાં કરશે પૂજા અર્ચના
  • કોંગ્રેસ ચિંતન શિબિરમાં 11 મુદ્દાઓ પર થશે ચર્ચા
  • ચૂંટણી સંદર્ભે, સભ્ય નોંધણી ઝુંબેશ પર ચર્ચા થશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે દ્વારકા હેલિપેડ પહોંચશે. ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરશે. રાહુલ ગાંધી મંદિરમાં દર્શન શિબિરમાં હાજરી આપશે. રાહુલ ગાંધી મંદિરથી શિબિર સુધીનો રોડ-શો યોજશે.

કોંગ્રેસ પ્રદેશની ચિંતન શિબીરનો દ્વારકા ખાતે પ્રારંભ થયો ગયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના નમન કરી પૂજા વિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે વિચારમંથન સત્રમાં જોડાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીનું લક્ષ્ય 125 થી વધુ બેઠકો કબજે કરવાનું છે. 2017માં કોંગ્રેસે કુલ 182 સીટોમાંથી 77 સીટો જીતી હતી.

ઠાકોરે જણાવ્યું હતું કે, “કોંગ્રેસ ગાંધી, સરદાર અને આંબેડકરની વિચારધારાને અનુસરે છે.જ્યારે ભાજપે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બિનસાંપ્રદાયિકતાને નાબૂદ કરવાનો પ્રયાસ કર્યો છે.

“ગુજરાતમાં ભાજપ સરકાર છેલ્લા 27 વર્ષથી ધર્મના નામે જુઠ્ઠાણા ફેલાવી રહી છે”, એમ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “આ ચિંતન શિબિરમાં, અમે ભારતીય જનતા પાર્ટીની સાંપ્રદાયિક નીતિને કેવી રીતે ખતમ કરવી તેની યોજના બનાવીશું,”

શિબિરના પ્રથમ દિવસે,પ્રતિનિધિઓને રાષ્ટ્ર નિર્માણમાં કોંગ્રેસની ભૂમિકાને ઉજાગર કરતો વિડિયો બતાવવામાં આવ્યો હતો. ભાજપના શાસનમાં મોંઘવારી, બેરોજગારી, નબળું આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખેડૂતોની દુર્દશા, મહિલા સુરક્ષા અને નાના વેપારીઓને પડતી સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસની શરુઆત સવારે 11:30 વાગે દ્વારકાધીશના દર્શનથી કરશે. ત્યારબાદ 1 વાગે પક્ષની આહીર સમાજ વાડી ખાતે યોજાનાર ચિંતન શિબિરમાં ભાગ લેશે.

આ પણ વાંચો :સાવધાન! અમદાવાદ નજીક જોવા મળેલા સિંહે યુવક પર કર્યું હુમલો

આ પણ વાંચો :ગોધરાના બે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા, પરિવારજનોએ પરત લાવવા સરકારને કરી અપીલ

આ પણ વાંચો :કાકા સાથેના અફેરના કારણે મહિલાએ 3 વર્ષની દીકરીની કરી હત્યા

આ પણ વાંચો :વિજકર્મીની ઓળખ આપી બાકી બિલ પેટે રૂપિયા 15 હજાર લઈ ગયા અને લાઈટ પણ કાપી નાંખી