Karnataka/ ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રસ્તા પર કર્યા પુશઅપ્સ, બાળકોએ પણ આપ્યો સાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાનની ઘણી તસવીરો ભૂતકાળમાં વાયરલ થઈ ચૂકી છે રાહુલની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

Top Stories India
રાહુલે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રસ્તા પર કર્યા પુશઅપ્સ, બાળકોએ પણ આપ્યો સાથ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાનની ઘણી તસવીરો ભૂતકાળમાં વાયરલ થઈ ચૂકી છે. રાહુલની વધુ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે પુશ-અપ્સ કરતા જોવા મળી રહ્યા છે. રાહુલ ગાંધીની તસવીર પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર શેર કરી છે. તસવીરમાં રાહુલ ગાંધી સાથે કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર, પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે એક બાળક પણ છે, જે કોંગ્રેસ નેતાઓ સાથે પુશ-અપ કરી રહ્યો છે.

રાહુલે 1 ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રસ્તા પર કર્યા પુશઅપ્સ, બાળકોએ પણ આપ્યો સાથ

આ તસવીર પક્ષના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ રણદીપ સુરજેવાલાએ ટ્વિટર પર શેર કરી હતી અને લખ્યું હતું કે, “એક ફુલ અને બે હાફ પુશઅપ્સ!” આ પહેલા એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં રાહુલ ગાંધી કર્ણાટકના પૂર્વ સીએમ 75 વર્ષીય સિદ્ધારમૈયા સાથે દોડતા જોવા મળ્યા હતા. અન્ય એક વાયરલ તસવીરમાં રાહુલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર સાથે દોડતો જોવા મળ્યા હતા, જેમાં તે પાર્ટીના ઝંડા સાથે દોડી રહ્યા હતા.

રાહુલે 2 ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રસ્તા પર કર્યા પુશઅપ્સ, બાળકોએ પણ આપ્યો સાથ

અન્ય એક વાયરલ તસવીરમાં, રાહુલ ગાંધી તેમની માતાના સૂઝની લેસ બાંધતા જોવા મળ્યા હતા, જેણે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી હતી. સોનિયા ગાંધી માંડ્યામાં પાર્ટીની પદયાત્રામાં જોડાયા હતા, જ્યાં તેમણે સામાન્ય લોકો અને મજૂરો સાથે પદયાત્રા કરી હતી. કોવિડ રોગચાળા પછી સોનિયા ગાંધી પહેલીવાર જાહેરમાં દેખાયા. આ પહેલા તેમણે 2016માં વારાણસીમાં રોડ શોમાં ભાગ લીધો હતો.

8 12 ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રસ્તા પર કર્યા પુશઅપ્સ, બાળકોએ પણ આપ્યો સાથ

રાહુલ ગાંધીની અન્ય એક તસવીર જે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બની હતી તે ભારે વરસાદમાં તેમના સંબોધનની હતી. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં રાહુલ ગાંધી ભારે વરસાદ હોવા છતાં સામે ઉભેલા સમર્થકોની ભીડને સંબોધી રહ્યા હતા. રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની કોંગ્રેસની પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, જે 7 સપ્ટેમ્બરે શરૂ થઈ હતી અને 30 સપ્ટેમ્બરે કર્ણાટકમાં પ્રવેશી હતી.