uttarpradesh/ વરમાળા વખતે સ્ટેજ પર વરરાજાની નવોઢા સાથેની હરકતથી મચી બબાલ

 ફેરા ફર્યા વિના જાન પરત ગઈ, યુવતીના પરિવારે કરેલો ખર્ચો પણ પરત લીધો

India
Beginners guide to 1 વરમાળા વખતે સ્ટેજ પર વરરાજાની નવોઢા સાથેની હરકતથી મચી બબાલ

 


uttarpradesh news: ઉત્તરપ્રદેશના સંભલમાં એક યુવકને સ્ટેજ પર વરમાળા પહેરાવતી વખતે યુવતી સાથે વાંધાજનક હરકત ભારે પડી હતી. યુવતી એ હદે નારાજ થઈ ગઈ હતી કે લગ્ન કરવાનો ઈન્કાર કરી દીધો હતો.પંચાયત અને પોલીસની લાખ મનામણી છતા તે માની ન હતી. અંતે વગર ફેરા એ જાનને વરરાજા સાથે પરત જવું પડ્યું હતું. એટલું જ નહી ઘરવાળાઓએ યુવકના પરિવાર પાસેથી લગ્નમાં કરેલો ખર્ચ પણ વસુલ કર્યો હતો.

આ બનાવ સંભલના અસમૌલી વિસ્તારના એક ગામનો છે. ઐચોડા કંબોહ ક્ષેત્રના ગામથી એક યુવકની જાન બુધવારે રાત્રે આવી હતી. વરમાળા પહેરાવતી વખતે યુવકે યુવતીને ખોળામાં ઉપાડીને  વાંધાજનક હરકત કરી હતી. જેને પગલે નારાજ યુવતીએ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો. પરિવારજનો અને ગામના આગેવાનોએ યુવતીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે ટસની મસ થઈ ન હતી. તેણે તેની સાથે થયેલી હરકત અંગે પરિવારજનોને જાણ કરતા તે પણ ઉશ્કેરાઈ ગયા હતા. આથી તેમણે પણ લગ્નનો ઈન્કાર કરી દીધો હતો.

બાદમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મોડી રાત સુધી થયેલી વાતચીત બાદ લગ્ન રદ્દ કરવાનું નક્કી થયું હતું. તે સિવાય યુવક પક્ષ યુવતીના પક્ષને લગ્નનો 2.87 લાખનો ખર્ચ દંડ પેટે આપશે એમ પણ નક્કી થયું હતું. યુવક પક્ષ દ્વારા આ રકમ પણ પરત કરવામાં આવી હતી. બાદમાં યુવક તેના પરિવાર સાથે ત્યાંથી વિલા મોઢે રવાના થઈ ગયો હતો.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:Nadiad/ નડિયાદમાં રખડતા શ્વાનના આતંકથી નાગરિકો ત્રાહિમામ, હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો:Kheda/સોડપુર ગામે આરોગ્યકર્મીઓનું એકબીજા સાથે અશોભનીય કૃત્ય, વીડિયો વાયરલ

આ પણ વાંચો:નડિયાદના મરિડા રોડ પર મકાન ધરાશાયી, બે વ્યક્તિઓનું રેસ્ક્યુ