Not Set/ Dy.CM નીતિનભાઈ પટેલ આજે મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં રહેશે ઉપસ્થિત

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાતે જઇ રહ્યા છે અને પંચમહાલમાં મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. એક તરફ જ્યારે દેશ

Gujarat Others
nitin patel Dy.CM નીતિનભાઈ પટેલ આજે મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં રહેશે ઉપસ્થિત

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાતે જઇ રહ્યા છે અને પંચમહાલમાં મોરવા હડફ ખાતે કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહેશે. એક તરફ જ્યારે દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કિસાનો કૃષી બીલનાં કારણે રસ્તા પર આંદોલન કરતા જોવામાં આવી રહ્યા છે. સરકાર અને ખેડૂતોનું સોગઠુ ગોઠવાય તેવા કોઇ એંધાણ પણ જોવામાં આવી રહ્યા નથી, ત્યારે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની કિસાન સંમેલનમાં હાજરી અનેક રીતે મહત્વની છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પોતાની આજની  પંચમહાલ જિલ્લાની મુલાકાતમાં મોરવા હડફની સરકારી કોલેજના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે. આમ તો કોરોનાનાં કાળમાં મેળાવડા અને સંમેલન માર્ગદર્શીકા અને જાહેર આરોગ્ય હિતમાં નથી તે તમામ જાણે છે, પરંતુ સાપ્રાંત સમયમાં ચાલી રહલે ખેડૂત આંદોલનનાં પગલે, આ કિસાન સંમેલન મહત્વનું જોવામાં આવી રહ્યું છે.

સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અર્થે લેવાયેલ પગલાઓ ઉપરાંત કિસાનોને ઉપકારક યોજનાઓની માહિતી આપવા ઉપરાંત કૃષિ વિષયક સુધારાઓના લાભ અંગે નાયબ મુખ્યમંત્રી દ્વારા બહુમૂલ્ય માર્ગદર્શન-સમજણ આપવામાં આવશે. કિસાન સંમેલન કાર્યક્રમ સવારે ૧૧.૦૦ મોરવા હડફની સરકારી કોલેજના મેદાનમાં કોરોના સંક્રમણ સામે સાવચેતીના પગલાઓના પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રાજ્યભરમાં કિસાન સંમેલન યોજવામાં આવી રહ્યા છે. આજથી આગામી 19 ડિસેમ્બર સુધીમાં ભાજપ દ્વારા રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરવા હડફ ખાતે નીતિન પટેલ રહેશે હાજર
પડધરી ખાતે પરષોતમ રૂપાલા રહેશે હાજર
ડીસા ખાતે ગોરધન ઝડફિયા રહેશે હાજર
બારડોલી ખાતે સી. આર. પાટીલ રહેશે હાજર
સાવરકુંડલા ખાતે આર. સી. ફળદુ રહેશે હાજર 

જુઓ આ વીડિયો અહેવાલ પણ – આજથી ભાજપ કરશે રાજ્યભરમાં કિસાન સંમેલન

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…