Not Set/ વહેલી સવારે અમદાવાદમાં ધુમ્મસની ચાદર પથરાઈ, આગમી દિવસોમાં શીતલહેરની સંભાવના

રાજ્યમાં કોરોનાનાં કેસની સાથે હવે ઠંડીનાં પ્રમાણમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. જો કે ઠંડીમાં ઘટાડો તો થયો પરંતુ ધુમ્મસમાં વધારો જોવા મળ્યો હતો. આજે સવારે 7 વાગ્યે ચારે તરફ અંધારું જોવા મળ્યુ હતુ. 

Top Stories Ahmedabad Gujarat
સિંધુ ભવન ઠંડી
  • રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું પણ ધુમ્મસ વધી
  • સવારે 7 વાગે ચારે તરફ અંધારું જોવા મળ્યું
  • સવારે અમદાવાદમાં ધૂમ્મસની ચાદર પથરાઈ
  • આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા
  • ઉ.ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડીમાં અચાનક વધારો
  • આગમી દિવસોમાં શીતલહેર ની સંભાવના
  • અમદાવાદમાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ પહોંચ્યો

રાજ્યમાં કોરોનાનાં કેસની સાથે હવે ઠંડીનાં પ્રમાણમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. જો કે ઠંડીમાં ઘટાડો તો થયો પરંતુ ધુમ્મસમાં વધારો જોવા મળ્યો હતો. આજે સવારે 7 વાગ્યે ચારે તરફ અંધારું જોવા મળ્યુ હતુ.

સિંધુ ભવન ઠંડી

આ પણ વાંચો – કિશન ભરવાડ હત્યા કેસ /  મૌલાના કમરગાની ઉસ્માની યુવકોને આ રીતે હુમલો કરવા ઉશ્કેરતો હતો… ATSનો મોટો ખુલાસો

આપને જણાવી દઇએ કે, શિયાળાની ઋતુમાં વાતાવરણમાં આજે અચાનક જ પલટો જોવા મળ્યો છે. ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભર્યા વાતાવરણ ને કારણે વહેલી સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી જોવા મળી હતી. ગાઢ ધુમ્મસનાં કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારત માં પડેલા હિમવર્ષાને પગલે ગુજરાત રાજ્ય અને અમદાવાદમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં શીતલહેર નું જોર વધે અને લોકો કાતિલ ઠંડીનો અહેસાસ કરે તેવી શકયતા વર્તાઈ રહી છે. જેના કારણે ચાલુ વર્ષનાં શિયાળામાં આગામી સમયમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થાય તેવું હવામાન વિભાગનું માનવું છે.

આ પણ વાંચો – ભારતીય ધ્વજ કોણે બનાવ્યો / ભારતીય રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે બનાવ્યો, જાણો ત્રિરંગાના દરેક રંગનો અર્થ

અમદાવાદમાં મંગળવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિલિબીટી ખુબ જ ઓછી હોવાથી લોકોએ ઘરની બહાર પણ સાચવીને ચાલવાની ફરજ પડી હતી. ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. પૂર્વ અમદાવાદમાં અમદાવાદ-ઇન્દોર હાઇવે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, ચિલોડા-હિંમતનગર હાઇવે, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહનોની ગતિ ધીમી રહી હતી. વળી અમદાવાદનાં સિંધુ ભવન રોડ ખાતે પણ ધુમ્મસ ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. અહી ઉંચી બિલ્ડિંગો ધુમ્મસની ચાદરમાં છુપાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જ્યારે સમગ્ર સાણંદ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. અહી માવઠાની અસર સર્જાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…