Not Set/ કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો

રીકટર સ્કેલ  પર  ભૂકંપની  તીવ્રતા  3.3  નોંધવા  પામી

Gujarat Others
earth quake કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો

ગુજરાતના  અમુક  વિસ્તારોમાં  છેલ્લા  ઘણા  સમયથી  ભૂકંપના  આંચકા  અવાર  નવાર  આવતા  રહે  છે. ત્યારે  થોડાક  સમય  પહેલા ગોંડલ  તેમજ કચ્છમાં  ભૂકંપના આંચકા  શરૂ થતાં લોકોમાં ભય નો  માહોલ  જોવા  મળી  રહ્યો  છે. ત્યારે આજે  ફરી  કચ્છમાં  વહેલી સવારે  ભૂકંપના   આંચકનો  અનુભવ  થતાં  લોકોમાં  ભય  વ્યાપી  ગયો  હતો.  ગુજરાતનાં  સૌરાષ્ટ્ર તેમજ કચ્છ જિલ્લામાં  છેલ્લા  ઘણા સમયથી  ભૂકંપના  આંચકા નો  અનુભવ  લોકો  કરી  રહ્યા  છે. ત્યારે થોડાક સમય  પહેલા જ ગોંડલ, રાજકોટ, કચ્છ તેમજ પાટણ જિલ્લાના  રાધનપુર  પંથકમાં  ભૂકંપના  આંચકનો  અનુભવાય છે.

Stock Market / શેરબજારમાં નવો ઇતિહાસ, સેન્સેક્સ પ્રથમ વખત 49,000 ને પાર

bird-flu / દેશના તમામ પ્રાણી સંગ્રહાલયોને દૈનિક રીપોર્ટ કરવા આદેશ…

Covid-19 / દેશ અને દુનિયામાં આવી છે કોરોના વાઇરસની સ્થિતિ, જાણો કયા કેટ…

પ્રાપ્ત માહિતી અનુસાર  સોમવારે સવારે ૯.૫  વાગ્યાના  સુમારે કચ્છના દૂધઈમાં  ભૂકંપનો  આંચકો  આવ્યો  હતો.  ભૂકંપનો  આંચકો  આવતા  લોકો  ગભરાઈને  ઘરની  બહાર દોડી  આવ્યા  હતા.  રીકટર સ્કેલ  પર  ભૂકંપની  તીવ્રતા  3.3  નોંધાઈ છે.   ભૂકંપનું  કેન્દ્ર  બિંદુ  દૂધઈ થી  13 કિલોમીટર  દૂર નોંધાયું છે.  તાજેતરમાં કચ્છમાં  અવાર  નવાર  ભૂકંપના  આંચકના  અનુભવ  લોકો  કરી  રહ્યા  છે. જેથી  લોકોમાં ભય નો  માહોલ છવાઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…