ભૂકંપ/ ઇન્ડોનેશિયામાં 6ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ નહી

ઈન્ડોનેશિયાથી અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. મંગળવારે સવારે અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રુજારીને કારણે અરાજકતા સર્જાઈ હતી

Top Stories World
2 36 ઇન્ડોનેશિયામાં 6ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ નહી

ઈન્ડોનેશિયાથી અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે. મંગળવારે સવારે અહીં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ધરતી ધ્રુજારીને કારણે અરાજકતા સર્જાઈ હતી. લોકો ઘરની બહાર આવી ગયા. મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 જણાવવામાં આવી રહી છે.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, સવારે 6:53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યા હતા, પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ગભરાયેલા લોકો તેમના સગા-સંબંધીઓની સંભાળ લેતા જોવા મળ્યા હતા.

 ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજધાની તાઈપેઈથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધાઈ હતી.