આ પરોઠા સ્વાદમાં તો ખૂબ સરસ લાગે જ છે, પણ સાથે એટલા હેલ્થી પણ હોય છે. સાથે આ પરોઠાને ફુલ ઓફ મીલ પણ ગણી શકાય છે. તેમજ તેને ડીનરમાં પણ લઈ શકીએ છે. ચાલો જાણીએ તેને બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓની જરૂર પડશે..
‘સેન્ડવીચ પરોઠા’ બનાવવા માટેની સામગ્રી:
1 કપ બોઇલ ફણગાવેલા મગ
1 કપ બારીક ચોપ ટમેટા
1 કપ બારીક ચોપ કેપ્સીકમ
1 કપ બારીક ચોપ કાંદા
150 ગ્રામર છીણેલું પનીર
1 ચમચી સમારેલાં લીલા મરચા
1/2 કપ કોથમીર ગ્રીન ચટણી
1/2 કપ કેચપ
6 ચમચા બટર
3 ચમચી ચોપ કોથમીર
1 ચમચી ચીલી ફલેકસ
1 ચમચી સેન્ડવીચ મસાલો
1 ચમચી મરચું પાવડર
1 ચમચી ચાટ મસાલો
1/2 ચમચી મીઠુ
2 પાઉચ પિઝા સીઝનીંગ
1 બાઉલ પરાઠા ની કણક
‘સેન્ડવીચ પરોઠા’ બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પરાઠાની કણકમાંથી 3 પરાઠા મીડિયમ થીક વણીને
શેકી લો.. શેકાઈ ગયા બાદ આ પરોઠાને સહેજ ઠંડા કરી લો.
આ પરોઠા ઠંડા થાય એટલે એક પરાઠા લઇ તેના પર બટર લગાડી ઉપર ગ્રીન ચટણી સ્પેડ કરો. હવે તેના પર બોઇલ ફણગાવેલા મગ પાથરી,
બારીક ચોપ કાંદા, ટમેટા, કેપ્સીકમ,છીણેલુ પનીર નું વારાફરતી લેઅર કરો.
તેના પર, ઝીણાં સમારેલા લીલાં મરચાના, મીઠું, સેન્ડવીચ મસાલો, ચીલી ફલેકસ, પીઝા સીઝનીંગ સ્પીંકલ કરો. હવે બીજા પરોઠા પર કેચપ લગાડી તૈયાર લેઅર પરોઠા પર મૂકો. આવી જ રીતે એક પર એક એમ ત્રણ પરાઠા સેન્ડવીચ લેઅર તૈયાર કરો.
તવા પર બટર નાંખી પરાઠા સેન્ડવીચને ખસ્તા શેલો ફ્રાય કરી હવે તેની પર ચીઝ છીણી લઈ ગરમા ગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે ‘સેન્ડવીચ પરોઠા’..
- જૈન રેસિપી માં બાફેલા મગ અને રાજકોટ ચટણી પણ યુઝ કરી શકો.
આ પણ વાંચો- ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ
આ પણ વાંચો- હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?
આ પણ વાંચો- લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે
આ પણ વાંચો- કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ
આ પણ વાંચો- Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ
આ પણ વાંચો- Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર ચમક આપશે આ ચીજ
