Not Set/ ઓસ્ટિઓપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા નબળા-પોચા પડી જાય છે : મહિલાઓમાં વધુ પ્રમાણ છે

અમદાવાદ, ઓસ્ટિઓપોરોસિસ કસરત અને પોષક આહાર આ “સાઇલન્ટ ડિસીઝ”ને અટકાવે છે ઓસ્ટિઓપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા નબળા અને પોચા પડી જાય છે. ઓસ્ટિઓપોરોસિસ એવી સ્થિતિ છે, જે હાડકાની નબળાઈ તરફ દોરી જતો હાડકાની સામાન્ય ઘનતામાં ઘટાડો દર્શાવે છે. આ રોગ હાડકાને અસાધારણ રીતે છિદ્રાળુ બનાવે છે, જેના લીધે તેઓ ઇંટ જેવા કઠણ હોવાને બદલે સ્પોન્જ જેવા પોચા […]

Health & Fitness Lifestyle

અમદાવાદ,

ઓસ્ટિઓપોરોસિસ કસરત અને પોષક આહાર આ “સાઇલન્ટ ડિસીઝ”ને અટકાવે છે ઓસ્ટિઓપોરોસિસ એક એવી બિમારી છે, જેમાં હાડકા નબળા અને પોચા પડી જાય છે. ઓસ્ટિઓપોરોસિસ એવી સ્થિતિ છે, જે હાડકાની નબળાઈ તરફ દોરી જતો હાડકાની સામાન્ય ઘનતામાં ઘટાડો દર્શાવે છે. આ રોગ હાડકાને અસાધારણ રીતે છિદ્રાળુ બનાવે છે, જેના લીધે તેઓ ઇંટ જેવા કઠણ હોવાને બદલે સ્પોન્જ જેવા પોચા થઈ જાય છે. આ રોગ હાડકાંને નબળાં બનાવે છે, જેથી ફ્રેક્ચરનું જોખમ વધી જાય છે.

પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં આ બિમારી વધુ જોવા મળે છે. એક અંદાજ મુજબ, 61 મિલિયન લોકો આ રોગથી પીડિત છે જેમા 61 ટકા મહિલાઓ છે. દેશમાં 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી દર ચારમાંથી એક મહિલા ઓસ્ટિઓપોરોસિસથી પીડિત હોવાનું મનાય છે એમ અત્રે એપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ-ટ્રોમા એન્ડ ઓર્થોપેડિક સર્જન ડો.મૌલિક પટવાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યકિતના શરીરમાં સામાન્ય હાડકાં પ્રોટિન, કોલેજન અને કેલ્શિમયનાં બનેલા હોય છે. ઓસ્ટિઓપોરોસિસની અસર ધરાવતાં હાડકાં જરાં પડી જવાથી કે ઇજા થવાથી ટૂટી જાય છે. વ્યક્તિને ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી આ રોગનો અહેસાસ થતો નથી એટલે એને સાઇલન્ટ ડિસીઝ પણ કહેવાય છે. એક અંદાજ મુજબ, વર્ષ 2050માં દુનિયામાં તમામ ઓસ્ટિઓપોરોટિક હિપ ફ્રેક્ચરમાંથી આશરે 50 ટકા એશિયામાં હશે.

ભારતમાં વર્ષ 2003માં ઓસ્ટિઓપોરોસિસનાં આશરે ૨૬ મિલિયન કેસ હતાં, ત્યારે વર્ષ 2013માં 50 મિલિયન લોકો ઓસ્ટિઓપોરોટિક હતાં કે હાડકાનું ઓછું વજન ધરાવતાં હતાં. ઓસ્ટિઓપોરોસિસ 50 કે વધારે વર્ષની વય ધરાવતા 55 ટકા લોકોમાં જોવા મળે છે એમ ડો.મૌલિક પટવાએ ઉમેર્યું હતું.

ઓસ્ટિઓપોરોસિસ શું છે?

“નિદાન કરવાની પણ વિશેષ પ્રક્રિયા રહેલી છે”

ઓસ્ટિઓપોરોસિસના ચિહ્નો કયા હોઇ શકે?

જ્યાં સુધી વ્યક્તિને ફ્રેક્ચર ન થાય, ત્યાં સુધીને એને ઓસ્ટિઓપોરોસિસ હોવાની જાણ હોતી નથી. પણ આ રોગનાં ચિહ્નો પ્રસંગોપાત જોવા મળે છે. જેમ કે પીઠનો દુઃખાવો, ઝડપથી થાક લાગવો, મૂડમાં ફેરફાર, શરીરનો દુઃખાવો, સ્નાયુઓમાં ખેંચાણ,આગળથી વળી જવું જેવા લક્ષણો તેમાં સામેલ હોઈ શકે છે. વધારે ઉંમર ધરાવતા લોકોને ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધારે હોય છે. તમારી ઉંમરની સાથે તમારાં હાકડા વધારે નબળાં પડે છે અને એની ઘનતા ઘટે છે.

મહિલાઓમાં ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધુ

મહિલાઓમાં ઓસ્ટિઓપોરોસિસનું જોખમ વધારે હોય છે, કારણ કે તેમનાં શરીરમાં હાડકાની પેશીઓ ઓછી હોય છે અને મેનોપોઝ સાથે સંબંધિત ફેરફારોને કારણે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં હાડકાને નુકસાન ઝડપથી થાય છે. ફેમિલી હિસ્ટરી અને ફેક્ચર્સની પર્સનલ હિસ્ટરી, કસરતનો અભાવ, ઓછો બીએમઆઇ-શરીરનું વજન ઓછું, આરએ, ડીએમ, અસ્થમા જેવા રોગો સંકળાયેલા હોવા સહિતના કારણો પણ ઓસ્ટિઓપોરોસિસ માટે જવાબદાર હોઇ શકે છે.

કેવી રીતે નિદાન શકય બની શકે?

ઓસ્ટિઓપોરોસિસનું નિદાન સરળ એક્સ-રે દ્વારા થઈ શકે છે. આનું નિદાન ડેક્સા કે કયુસીટી ટેકનિક દ્વારા હાડકાનાં ખનીજની ઘનતા માપીને પણ થઈ શકશે. પુખ્તોમાં બીએમડીનો નિર્ણય પીક બોન માસ (પીબીએમ)થી અને હાડકાને નુકસાનનાં દરથી થાય છે. સારવારમાં, મુખ્ય આધાર જીવનશૈલીમાં સુધારો (વ્યક્તિને વધુ ચાલવા અને સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો કરવા પ્રોત્સાહન આપવું) છે. હાડકાનાં દુઃખાવા માટે કેલ્શિયમ સપ્લીમેન્ટ સાથે કેલ્સિટોનિન, એલેન્ડ્રોનેટ્‌સ વગેરે જેવી દવાઓનાં વિશેષ જૂથ છે. હાઈ પ્રોટિન ડાયેટ,વિટામિન સી અને ડીની પણ જરૂર છે. કેટલાંક કેસમાં ટેરિપેરેટાઇડ કે ડેનોસુમેબ જેવી દવાઓ ઉપયોગી છે. ઓસ્ટિઓપોરોસિસથી બચવા કેલ્શિયમ, પ્રોટિન, મેગ્નેશિયમ અને વિટામિન ડીથી સમૃદ્ધ આહાર આવશ્યક છે.