IPL 2021/ IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. જેણે હવે IPL ને પણ પ્રભાવિત કર્યુ છે. તાજા જાણકારી મુજબ આઈપીએલનાં વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ક્રિકેટર અમિત મિશ્રા અને રિદ્ધિમાન સાહા કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી છે. 

Top Stories Sports
123 68 IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ
  • IPL પર સંક્રમણનું ગ્રહણ
  • IPL ટુર્નામેન્ટ રદ કરાઇ
  • વધુ બે ખેલાડી સંક્રમિત થતાં મેચ ટળી
  • ક્રિકેટર રિદ્ધિમાન સાહા કોરોના પોઝિટિવ
  • ક્રિકેટર અમિત મિશ્રાને કોરોના

દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. જેણે હવે IPL ને પણ પ્રભાવિત કર્યુ છે. તાજા જાણકારી મુજબ આઈપીએલનાં વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. ક્રિકેટર અમિત મિશ્રા અને રિદ્ધિમાન સાહા કોરોના પોઝિટિવ હોવાના કારણે આ ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી છે.

123 69 IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

ક્રિકેટ / ICC એ જાહેર કરી રેન્કિંગ, વન ડે રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ બન્યુ નંબર વન, ટીમ ઈન્ડિયાને થયુ નુકસાન

કોરોનાવાયરસે ક્રિકેટ જગતમાં પણ હવે પ્રવેશ કરી લીધો છે. આજે આઈપીએલનાં વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે. ડે બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 સસ્પેન્ડ કરાઈ છે. બે દિવસમાં ચાર ખેલાડીઓ કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા હતા, જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને દિલ્હી કેપિટલ્સનાં અમિત મિશ્રા કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) નાં વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લાએ એએનઆઈને જણાવ્યું કે, આઈપીએલ 2021 ને હાલનાં સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. સોમવારે કોવિડ-19 ટેસ્ટમાં વરુણ ચક્રવર્તી અને કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) નાં સંદીપ વોરિયર પોઝિટિવ જોવા મળ્યા હતા, ત્યારબાદ કેકેઆર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચેની મેચ મુલતવી રાખવી પડી હતી.

દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. ત્યારે આ સમયે દેશમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી લીગમાં કોરોનાવાયરસનાં પ્રવેશ બાદ BCCI એ સૌથી મોટો નિર્ણય લેતા આ ટૂર્નામેન્ટને સસ્પેન્ડ કરી દીધી છે. એવા અહેવાલો આવ્યા હતા કે આઈપીએલની બાકીની તમામ મેચો મુંબઈમાં યોજાશે, પરંતુ કોવિડ-19 ટેસ્ટમાં સાહાનાં પોઝિટિવ આવ્યા બાદ, હાલનાં સમયમાં આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

123 71 IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

આઈપીએલની અત્યાર સુધીમાં કુલ 29 મેચ રમાઇ છે. આ ત્રણેય ખેલાડીઓ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) કેમ્પના બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજીનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આઈપીએલ 2021 બાયો સિક્યોર એન્વાયર્નમેન્ટમાં રમવામાં આવી હતી. આવી સ્થિતિમાં, ખેલાડીઓ કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા પછી, ચર્ચા શરૂ થઈ છે કે અહી આટલી મોટી ભૂલ ક્યા થઇ છે?

IPL 2021 / પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે ‘PM Cares Fund’ માં દાન

123 70 IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ

ઉલ્લેખનીય છે કે 3 મે નાં રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ અને આરસીબીની મેચ મુલતવી રાખવામાં આવી હતી, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચ પણ મુલતવી રાખવામાં આવી હતી. આવા અહેવાલમાં ખુલાસો થયો છે કે આઈપીએલની બાકીની મેચ પણ તે જ સ્થળ પર થઈ શકે છે. આ માટે મુંબઈની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ આજે અમિત મિશ્રા અને રિદ્ધિમાન સાહાને કોરોના સંક્રમણ થયો છે તે પછી, બીસીસીઆઈનાં ઉચ્ચ અધિકારીઓએ આઇપીએલને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

majboor str 2 IPL ટૂર્નામેન્ટ પર સંક્રમણનું ગ્રહણ, વધુ બે ખેલાડીઓ પોઝિટિવ આવતા ટૂર્નામેન્ટ કરાઇ રદ