Not Set/ ECMO THERAPY/ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં કોરોના દર્દી માટે નવું આશાનું કિરણ…

  કોરોનાની બિમારીમાં દર્દીની ગંભીર બની જતી પરિસ્થિતિ માટે હવે ઇકમો થેરાપી આશાનું નવું કિરણ લઇને આવી છે. કોરોનાથી સંક્રમિત થઇ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં વડોદરાનાં યુવા તબીબને આ ઇકમો થેરાપીએ નવું જીવન બક્ષ્યું છે. દેશ અને ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. રોજેરોજ હજારોની સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી […]

Gujarat Vadodara
59ea910c05d83dd8c13ebf490a6c2406 ECMO THERAPY/ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં કોરોના દર્દી માટે નવું આશાનું કિરણ...
 

કોરોનાની બિમારીમાં દર્દીની ગંભીર બની જતી પરિસ્થિતિ માટે હવે ઇકમો થેરાપી આશાનું નવું કિરણ લઇને આવી છે. કોરોનાથી સંક્રમિત થઇ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં વડોદરાનાં યુવા તબીબને આ ઇકમો થેરાપીએ નવું જીવન બક્ષ્યું છે.

દેશ અને ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસો ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. રોજેરોજ હજારોની સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યાં છે. અને મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પણ પામી રહ્યાં છે. આ તમામ વચ્ચે કોરોનાને કારણે ક્રિટિકલ થઇ જતાં દર્દીઓ માટે એક મેડિકલ થેરાપી આશાનું નવું કિરણ લઇને આવી છે. આ થેરાપીનું નામ ઇકમો થેરાપી છે. જેને વડોદરાનાં યુવા ડોક્ટર વિશાલ સરધારાને નવું જીવન બક્ષ્યું છે.

30 વર્ષીય ડો.વિશાલ કોરોના દર્દીઓની સારવાર કરતાં કરતાં પોતે ખૂબ ગંભીર રીતે કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા હતાં. તેમની હાલત એટલી હદે ગંભીર બની હતી કે, તેમનાં ફેફસાંએ કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું. વડોદરાની સવિતા હોસ્પિટલમાં સતત 20 દિવસ સુધી સારવાર લીધાં બાદ પણ તેમની તબિયત સુધરવાને બદલે વધારે બગડી હતી. અને તેઓ મોતનાં મુખ સુધી પહોંચી ગયાં હતાં. પરંતુ આવા સમયે તેમની વ્હારે આવી સુરતનાં નિષ્ણાત તબીબોની એક વિશેષ ટીમ કે જે ઇકમો થેરાપી થકી ડો.વિશાલને બચાવવામાં લાગી પડી. કોરોના સામે ઝઝૂમી રહેલાં ડો.વિશાલનાં ફેફસાં ખૂબ ક્ષતિગ્રસ્ત થઇ ગયાં હતાં. આ ઉપરાંત તેમનાં મગજની નસ, લીવર, આંતરડા સહિતનાં શરીરનાં ઘણાં અંગો પણ ખરાબ થઇ ગયાં હતાં. તેવામાં ઇકમો થેરાપી તેમનાં પર એપ્લાય કરવી ખૂબ કઠિન કામ હતું. તેમ છતાં ડો.વિશાલનું મક્કમ મનોબળ અને ડોક્ટરોનાં આત્મવિશ્વાસે ચમત્કાર કરી બતાવ્યો.

ડો.વિશાલને ઇકમો થેરાપીથી સારવાર આપવામાં આવી.  અને તેમનાં કામ કરતાં બંધ થઇ ગયેલાં તેમનાં શરીરનાં ઓર્ગન પાછાં જીવંત બની કામ કરતાં થયાં અને 40 દિવસનાં અંતે ડો.વિશાલ મોતને હાથ તાળી આપી આજે પુન: કોરોના દર્દીઓની સારવારમાં લાગી ગયાં છે.  પોતાને નવું જીવન મળતાં તે બદલ ડો.વિશાલે તેમને બચાવનારા તબીબોની ટીમનો આભાર વ્યક્ત કરવાની સાથે ઇકમો સારવાર થકી ક્રિટિકલ કોરોના દર્દીઓને બચાવવાનો સંકલ્પ કર્યો છે.

કોરોનાને કારણે મોતનાં મુખ સુધી ધકેલાઇ ગયેલાં ડો.વિશાલને સુરતનાં ડો.હરેશ વસ્તરપરા અને ડો.દિપક વિરડીયાની ઇકમો ટીમે બચાવી લઇ નવું જીવનદાન પ્રદાન કર્યું છે.  આ થેરાપી હાલનાં સમયમાં ક્રિટિકલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. પણ આ સારવાર ખૂબ ખર્ચાળ હોવાથી સામાન્ય પરિવારને તે પરવળે તેમ નથી.
કોરોનાનાં દર્દીઓને નવું જીવન બક્ષતી ઇકમો થેરાપી વધુ ખર્ચાળ હોવાથી ઇકમો ટીમનાં તબીબોનું કહેવું છે કે, સરકાર આ બાબતે આગળ આવી, ઇકમો થેરાપી વધુ સસ્તી બને તે માટેનાં પ્રયાસો કરે તે જરૂરી છે. જેથી કરીને સામાન્ય વ્યક્તિ પણ આ થેરાપી થકી કોરોના સામેનો જંગ જીતી શકે.

અમિત ઠાકોર, વડોદરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….