Not Set/ કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ

દિપાવલીના તહેવારો અને લગ્નસરાની ઘરાકીએ બે વર્ષ બાદ વેપારીઓએ ‘અચ્છે દિન’નો અનુભવ કર્યો: સ્થિતિ આમ જ રહેતો જીડીપીના દર વધવાની શક્યતા

India Trending
solar 1 4 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ

બીજુ બધું તો ઠીક પણ કુદરતી પરિસ્થિતિના કારણે પણ કઈ ચીજ સસ્તી મળે તે અંગે હિસાબ માંડવો પડે તેમ છે. ભારતમાં અને તેમાંય ખાસ કરીને આપણા ગુજરાતમાં ગત મે માસથી શરૂ થયેલો આફતનો વરસાદ અટક્યો નથી. ૨૦૨૦નું વર્ષ કોરોનાનું હતું અને છેક ૨૦૨૧ના એપ્રિલ-મે માસ સુધી ચાલી રહેલી કોરોનાની લહેરે દેશના અર્થતંત્રને પડતીના પંથે ધકેલી દીધું હતું. જીડીપીનો દર પણ માઈનસથી નીચો ઉતરી ગયો હતો. જ્યારે ફુગાવનો દર પણ વિક્રમસર્જક સપાટી પર પહોંચી ગયો હતો. બજારમાં ખરીદી કરવા નીકળો અને ભાવ વાંચો ત્યાં એવો અનુભવ થાય કે કઈ ચીજના ભાવ સસ્તા છે.

jio next 5 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ

કેન્દ્ર સરકારે ત્રીજી નવેમ્બરે પેટ્રોલ અને ડિઝલના ભાવો ઘટાડવાની જાહેરાત કરી ત્યારે એવું લાગતું હતું કે તેની અસરથી ભલે પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટ્યા હોય પરંતુ અન્ય કોઈ ભાવને ખાસ અસર થઈ નથી. ઓકટોબર અને નવેબરના ભાવોમાં ખાસ કોઈ મોટો તફાવત હાલના તબક્કે દેખાતો નથી. જથ્થાબંધ અને છૂટક ફુગાવો પણ જરાય ઘટ્યો નથી. ઉલ્ટાનો ઓકટોબરમાં વધ્યો છે.

gdp કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ
કુદરતી આફતોની પણ અસર તો છે જ. મે માસમાં વાવાઝોડું, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ અને તેમાંય અમૂક સ્થળોએ તો એવી અતિવૃષ્ટિ થઈ હતી કે જેની કલ્પના પણ થઈ શકે નહિ. જ્યારે હવે દિવાળીના તહેવારો બાદ સૌરાષ્ટ્ર ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠાંએ કૃષિ ઉત્પાદનને ભારે નુકસાન કર્યું છે. ઘણા સ્થળે તો ખૂલ્લામાં રાખેલો અનાજનો જથ્થો પણ પલળી ગયો હોવાના અહેવાલો છે. આ બધી આફતથી ખેડૂત વર્ગ હજી બેઠો થયો નથી.

gdp 3 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ
કોરોનાએ અર્થતંત્રને તો અસરકરી જ છે. ઓકટોબર માસના અંત બાદ કોરોનાના કેસો ઘટ્યા હોય પરંતુ નવેમ્બર માસ શરૂ થયા બાદ કોરોનાના કેસોમાં ધીમો વધારો શરૂ થયો છે. આપણા ગુજરાતમાં તો કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું નથી પરંતુ કેરળમાં હમણા સુધી કોરોનાનો કહેર હતો. જયારે યુરોપના દેશોમાં તો કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. બ્રાઝીલ, ઈટાલી તેમજ બ્રિટનના દેશોમાં તો ફરીવાર લોકડાઉન લાદવું પડ્યું છે. વિમાની સેવાઓ સો ટકા શરૂ થઈ નથી. ત્રીજી લહેરના સંભવિત ભય અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય આરોગ્ય નિષ્ણાતો વિરોધાભાસી અહેવાલો આપે છે. કો’ક એમ કહે છે કે ત્રીજી લહેર આવે છે. બીજા એમ કહે છે કે આવો કોઈ ભય નથી તેથી લોકોમાં તો ભયનો માહોલ છે, બીક છે, કકળાટ પણ છે.

gdp 2 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ
ભારતમાં કોરોનાના કેસો બનવા બંધ થયા નથી. આપણા ગુજરાતમાં પણ રોજના સરેરાશ ૨૫ થી ૩૦ કેસો તો બને જ છે. સાજા થવાનો દર ૯૮.૭૪ ટકા છે તે સારી વાત છે. ગુજરાતમાં વેક્સીનેશનનો પ્રથમ ડોઝ ૮૦ ટકા કરતાં વઘુ પૂર્ણ થયો છે. બીજાે ડોઝ બાકી છે. અત્યાર સુધીમાં પ્રથમ અને બીજા ડોઝનો સરવાળો માંડીએ તો આ આંક લગભગ ૧૧૦ કરોડને વટાવી ગયો છે. ભારત વેક્સીનેશનના મોરચે સારી કામગીરી કરી છે તેની વિશ્વના ઘણા દેશોએ નોંધ લીધી છે. આ સારી કામગીરી અસરરૂપે વેક્સીનેશનનો વ્યાપ વધ્યો અને તેથી કોરોનાની ગતિ ઘટાડવાની કામગીરી પર હકારાત્મક અસર થઈ છે. કોરોનાની પહેલી લહેર અને બીજી લહેર ઓછી થયા બાદ તેની અસરરૂપે અર્થતંત્રની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

gdp 5 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ
હવે જાણકારો કહે છે કે જાે કોરોનાની ત્રીજી લહેર ન આવે અને ભારતના વિવિધ વિસ્તારોમાં જાે કોઈ મોટી આફત પણ ન આવે તો અર્થતંત્ર હજી પણ સુધરવાની શક્યતા છે. અમેરિકાની અર્થતંત્ર વિષયક સંસ્થાએ પણ તાજેતરમાં એવો અંદાજ મૂક્યો છે કે ભારતમાં જાે કોરોના ન આવે તો તો કોરોનાની ઘટતી ગતિ સાથે અર્થતંત્રની ગાડી પૂરપાડ દોડે તેવી શક્યતા છે. આ સંજાેગોમાં જાે આ જ પ્રકારની સ્થિતિ ચાલું રહી તો ભારતમાં વિકાસ દર વધી ગયો છે તે હકિકતનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી.

gdp 4 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ

જાણીતા અર્થશાસ્ત્રીઓએ ગણેલા ગણિત પ્રમાણે ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં તહેવારોની રોનક દેખાઈ છે. સરકારી અને ખાનગી કંપનીના કર્મચારીઓના ખીસ્સામાં વહેલો પગાર અને બોનસ આવવાને કારણે વેપારીઓએ પણ પોતાની દૂકાનો પર બે વર્ષમાં પ્રથમ વખત ઘરાકીનો અનુભવ કર્યો છે. ઉદ્યોગપતિઓના મોટાભાગના ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન વધ્યુ છેે. તેમના ટર્નઓવરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સંજાેગોમાં પરિસ્થિતિ સુધારા પર છે. બજારમાં નાણું ઠલવાુયું છે તેની પણ બજારો પર અસરકારક અસર થવાની શક્યતા છે.

gdp 3 કોરોનાકાળ બાદ અર્થતંત્ર થોડું સુધર્યુ
જ્યારે આ વખતે લગ્નસરાની મૌસમ પુરબહારમાં ખીલી છે. ઘણા વેપારીઓ એવું તારણ મૂકે છે કે આવતા દિવસોમાં એટલે કે ત્રણ માસમાં ત્રણ લાખ કરોડથી વધુ રકમનું નાણું બજારમાં ઠલવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
આવતા દિવસોમાં આ રકમ વધે પણ ખરી. અર્થતંત્રની આ ગતિ વધવાનો ખરો આધાર તો કોરોનાની ત્રીજી લહેર ન આવે તેના પર છે. અત્યારે જાેઈએ તો કોરોના ઘટ્યો છે પણ સાવ ગયો નતી. બીજી બાજુ બેદરકારી પણ વધી છે. આ ચેતવણી આપવા જેવી બાબત છે છતાંય સાવધાની સાથે આગળ વધીએ તો એટલું ચોક્કસ છે કે દેસનું અર્થતંત્ર સુધારાના માર્ગે છે જ અને કોરોના ન આવે તો અર્થતંત્ર વધી શકે છે.

Viral Video / શિવસેના નેતા સંજય રાઉતે NCP નેતા સુપ્રિયા સુલે સાથે કર્યો જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ

ગજબ છે ..! / સ્ત્રીએ ગાય સાથે કર્યા લગ્ન કહ્યું, -પતિએ પુનર્જન્મ લીધો છે

Business / વિદેશમાં ખુલ્લેઆમ વેચાતા ભાંગ અને ગાંજા ઉપર ભારતમાં કેમ પ્રતિબંધ મૂકવો પડ્યો ?

લગ્ન હજો મંગલમ / લગ્ન કરવા બન્યા મોંઘા, ગોર મહારાજ પણ ઉઘરાવી રહ્યા છે તગડી દક્ષિણા

અવાણિયા ગામ / એક એવું ગામ જ્યાં આઝાદી પછી માત્ર એક જ વાર યોજાઇ છે ચૂંટણી