Mahadev app/ EDએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના 580 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, અનેક સ્થાનો પર પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. ED આ કૌભાંડમાંથી મળેલા 580 કરોડ રૂપિયાની ફ્રીઝ કરી દીધી છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 01T164249.469 EDએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના 580 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, અનેક સ્થાનો પર પાડ્યા દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરી છે. ED આ કૌભાંડમાંથી મળેલા 580 કરોડ રૂપિયાની ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત દરોડા દરમિયાન 1.86 કરોડ રૂપિયાની રોકડ અને 1.78 કરોડ રૂપિયાની કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા તાજેતરમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, રાયપુર, ઈન્દોર અને ગુરુગ્રામમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. ED અનુસાર, આ કેસમાં અપરાધમાંથી મળેલી અંદાજિત આવક 6000 કરોડ રૂપિયા છે.

ED આ કૌભાંડમાં 9 લોકોની ધરપકડ કરી છે. અને અત્યારસુધીમાં 1296.05 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ પહેલા બુધવારે (28 ફેબ્રુઆરી) EDએ દિલ્હી-NCR, મુંબઈ, પશ્ચિમ બંગાળ સહિત 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મામલે છત્તીસગઢના ઘણા નેતાઓ અને અધિકારીઓની તપાસ ચાલી રહી છે.

છત્તીસગઢ પોલીસની FIR પર તેની તપાસ શરૂ કરી હતી.આ સિવાય વિશાખાપટ્ટનમ પોલીસ અને અન્ય કેટલાક રાજ્યોની પોલીસે પણ મહાદેવ એપ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેને પણ ED દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે મહાદેવ એપ દુબઈથી ચલાવવામાં આવી રહી હતી, જેની ફ્રેન્ચાઈઝી ઘણા દેશોમાં 70 થી 30 ટકા પ્રોફિટ માર્જિન પર અલગ-અલગ નામથી આપવામાં આવી હતી. મહાદેવ એપના પ્રમોટર્સ રેડી અન્ના ફેર પ્લે અને અન્ય એપ્સ જેવી કેટલીક અન્ય બેટિંગ એપ્સમાં પણ ભાગીદાર હતા. આ એપ્સ દ્વારા થતી કમાણી નકલી બેંક એકાઉન્ટ અને હવાલા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે દુબઈમાં રહેતા કોલકાતાના મોટા હવાલા બિઝનેસમેન હરિ શંકર ટિબરવાલ મહાદેવ એપના પ્રમોટર સાથે આ બિઝનેસને આગળ ધપાવે છે.

આ માહિતી પછી, EDએ હરિ શંકર અને તેના નજીકના લોકોના સ્થાનો પર દરોડા પાડ્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે તે સ્કાય એક્સચેન્જના નામે પોતાની સટ્ટાબાજીની એપ પણ ચલાવી રહ્યો હતો. આ સટ્ટાબાજીની એપની કમાણી FPI રૂટ દ્વારા ભારતીય શેરબજારમાં રોકાણ કરવામાં આવી રહી હતી. આ સિવાય તેણે તેના ઘણા સહયોગીઓને નકલી કંપનીના ડિરેક્ટર અને કર્મચારી બતાવ્યા હતા, જેમના દ્વારા તે શેરબજારમાં પૈસા રોકતો હતો. હરિ શંકર વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે, EDએ PMLA હેઠળ 580.78 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા છે.

મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં છત્તીસગઢના ઘણા ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારો સંડોવાયેલા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સોલ્ટ લેકમાં એક બિઝનેસમેનના રહેઠાણ અને ઓફિસનો સમાવેશ થાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના કેસની તપાસના ભાગરૂપે તાજેતરમાં મુંબઈ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી-એનસીઆરમાં કુલ 15 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં EDએ અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ કરી છે.

EDએ અગાઉ કહ્યું હતું કે એપ દ્વારા કથિત ગેરકાયદેસર નાણાંનો ઉપયોગ છત્તીસગઢમાં રાજકારણીઓ અને અમલદારોને લાંચ આપવા માટે કરવામાં આવ્યો હતો. એપના મુખ્ય પ્રમોટર્સ અને ઓપરેટરો માત્ર છત્તીસગઢના જ છે. એજન્સીએ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ સાથેના તેમના સંબંધો અંગે પૂછપરછ માટે ઘણી સેલિબ્રિટીઝ અને બોલિવૂડ કલાકારોને સમન્સ પાઠવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  hall ticket/10 અને 12મા ધોરણની પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર અપલોડ

આ પણ વાંચો: Kunal Ghosh/નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા કુણાલ ઘોષ પાર્ટી છોડી શકે છે, X પ્રોફાઇલ પર બદલાયો બાયો

આ પણ વાંચો: LPG Price hike/માર્ચ મહિનામાં મોંઘવારીનો માર, ઓઈલ કંપનીઓએ LPG સિલિન્ડરમાં કર્યો ભાવ વધારો

આ પણ વાંચો: Delhi high court/દિલ્હી હાઈકોર્ટ “અમે દેશ અને રાજ્યોની સરહદો નક્કી નથી કરતા”, હરિયાણા અને પંજાબ રાજ્યોના નકશા મામલાની કોર્ટે અરજી ફગાવી