Scam/ રામોલમાં ઝડપાયું ખાદ્યતેલ નું કૌભાંડ, 195 ડબ્બા સાથે પાંચ વેપારીઓની ધરપકડ

રામોલ વિસ્તારમાં અદાણી કંપનીના ફોરચ્યુન સનફલાવર ઓઇલના નામ વાળા નકલી લેબલ વાળા તેલના ડબ્બા મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધધરી છે. જેમાં તપાસ દરમિયાન અદાણી ફોર્ચ્યુન સનફ્લાવર હોલ નું કૌભાંડ બહાર આવ્યું છે.

Ahmedabad Gujarat
scam 1 રામોલમાં ઝડપાયું ખાદ્યતેલ નું કૌભાંડ, 195 ડબ્બા સાથે પાંચ વેપારીઓની ધરપકડ
  • રામોલમાં ઝડપાયું ખાદ્યતેલ નું કૌભાંડ
  • નકલી સ્ટીકર લગાવી જનતાને બનાવતા હતા મૂરખ
  • અદાણી કંપની ના લીગલ ઓફિસરે નોંધાવી ફરિયાદ
  • ફરિયાદના આધારે રામોલ પોલીસની રેડ
  • 195 ડબ્બા સાથે પાંચ વેપારીઓની ધરપકડ
  • ડુપ્લિકેશન ના મૂળ સુધી પહોંચવા પોલીસ સતર્ક
રામોલ વિસ્તારમાં અદાણી કંપનીના ફોરચ્યુન સનફલાવર ઓઇલના નામ વાળા નકલી લેબલ વાળા તેલના ડબ્બા મળી આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધધરી છે. જેમાં તપાસ દરમિયાન અદાણી ફોર્ચ્યુન સનફ્લાવર હોલ નું કૌભાંડ બહાર આવ્યું છે.
અદાણી કંપનીના લીગલ ઓફિસર દ્વારા રામોલમાં ફરીયાદ મળતા પોલીસે ખાતરી તપાસ કરી નકલ તેલનું મોટું કૌભાંડ ઝડપી પડ્યું છે. જેમાં પોલીસની તપાસ દરમિયાન રામોલ વિસ્તારમાં પાંચ અલગ અલગ કરિયાણાની દુકાનમાંથી કુલ ૧૯૫ બોગસ  તેલના ડબ્બા ઝડપી પાડવામાં આવ્યા છે.. પોલીસે તપાસ દરમિયાન મુદ્દામાલ સાથે આરોપીની પણ ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તમામ વેપારીઓ બાપુનગરમાં આવેલી આરોહી ટ્રેડર્સ પાસેથી નકલી સ્ટીકર લગાવેલા અદાણી ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ ના ડબ્બા લેતા હતા.
જેથી પોલીસે કંપનીના તેનું ડુપ્લિકેશન કરીને કોપીરાઇટ એકટનો ભંગ કરનાર આરોપીઓ ના મૂળ સુધી પહોંચવા તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. પોલીસ માની રહી છે કે નકલી સ્ટીકર અને ઓઇલના આ કૌભાંડમાં હજુ પણ કેટલાક લોકો સંડોવાયેલા છે. જેને બેનકાબ કરવા પોલીસે તપાસનો દોર હાથ ધર્યો છે.
અદાણી કંપનીના ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ નું આ એકમાત્ર કૌભાંડ નથી. શહેરના માર્કેટમાં અનેક ભેજાબાજો એવા છે જે સંખ્યા બંધ કંપનીઓના ડુપ્લિકેશન વાળો મુદ્દા માલ વેચે છે.. અને ભોળી જનતાને છેતરે છે.. જેથી ન માત્ર કંપનીને પરંતુ આવી બોગસ પ્રોડક્ટથી જનતાને પણ સજાગ રહેવાની જરૂર છે…
@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ…