Cricket/ શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તો હદ જ પાર કરી દીધી. તેણે ભારત વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે પ્રવાસ રદ કરવા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

Sports
11 225 શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

તાજેતરમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે સુરક્ષા કારણોસર પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો હતો. ન્યુઝીલેન્ડે રાવલપિંડીમાં પ્રથમ વનડે રમવા જવાના અડધા કલાક પહેલા પ્રવાસ રદ કર્યો હતો. ત્રણ દિવસ બાદ ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી. પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ક્રિકેટરો બે મોટી ટીમોનાં પ્રવાસ રદ થવાથી ખૂબ જ નારાજ છે અને ઉગ્ર ગુસ્સો કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ તો હદ જ પાર કરી દીધી. તેણે ભારત વિશે વિચિત્ર નિવેદન આપ્યું છે. તેમણે પ્રવાસ રદ કરવા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું છે.

11 226 શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

આ પણ વાંચો –  Cricket / ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીને મોંઢા પર વાગ્યો બોલ, લોહીની ઉલટી કરતી જોવા મળી, Video

આફ્રિદીએ ક્રિકેટ પાકિસ્તાન સાથેની વાતચીતમાં કહ્યું, ‘આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ ટીમનાં પ્રવાસ વ્યવસ્થાની વાત આવે છે ત્યારે ઘણી ચકાસણી થાય છે. મુલાકાતી દેશ સુરક્ષા સભ્યો દ્વારા યોગ્ય તપાસ મેળવે છે. રૂટને આખરી ઓપ આપવામાં આવે છે અને જ્યારે પ્રક્રિયા પૂરી થાય ત્યારે જ ટીમને પ્રવાસ માટે ગ્રીન સિગ્નલ મળે છે. તેણે કહ્યું, ‘પાકિસ્તાનમાં ન્યુઝીલેન્ડનાં ક્રિકેટરોને ખૂબ પસંદ કરવામાં આવે છે. ન્યુઝીલેન્ડ દ્વારા આવું કંઈક કરવુ માફીને લાયક નથી. જો કોઈ સંભવિત ખતરો હોય તો તેણે PCB સાથે શેર કરવો જોઈતો હતો અને પાકિસ્તાન સુરક્ષા દળોને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની રાહ જોવી જોઈતી હતી. આફ્રિદીએ કથિત અહેવાલો પર પ્રતિક્રિયા પણ આપી હતી કે, ન્યુઝીલેન્ડને પ્રવાસ રદ કરવા માટે ઉશ્કેરવાનાં ઇરાદાથી ભારત તરફથી ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ગયા અઠવાડિયે બુધવારે પાકિસ્તાનનાં માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો હતો કે ભારત તરફથી જનરેટ થયેલા એક ઇમેઇલમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ કરવાની ધમકી આપવામાં આવી હતી. હવે આફ્રિદીએ પણ મંત્રીની જેમ ઇમેઇલની ધૂનનો જાપ કર્યો. આફ્રિદીએ કહ્યું કે, જો એક દેશ આપણી વિરુદ્ધ હોય તો તેનો અર્થ એ નથી કે અન્ય દેશોએ પણ આવી જ ભૂલ કરવી જોઈએ.

11 227 શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

આ પણ વાંચો – IPL 2021 / ખતરનાક બેટિંગ કરી રહેલા રસેલને શાર્દુલ ઠાકોરે બતાવ્યો પેવેલિયનનો રસ્તો, Video વાયરલ

આફ્રિદી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે આજીજી કરતા જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, શિક્ષિત દેશોએ આવા પગલા ન લેવા જોઈએ. આફ્રિદીએ કહ્યું, ‘જો તમારે મોટી તસવીર જોવી હોય તો મને લાગે છે કે આપણે એક નિર્ણય લેવાની જરૂર છે જે દુનિયાને બતાવે કે આપણે પણ એક દેશ છીએ અને આપણું પોતાનું સન્માન છે. કોઈ દેશ આપણી પાછળ પડ્યો હોય તો કોઈ વાંધો નથી. પરંતુ મને નથી લાગતું કે અન્ય દેશોએ પણ આવી જ ભૂલ કરવી જોઈએ. તે બધા શિક્ષિત દેશો છે અને તેઓએ ભારતને અનુસરવું જોઈએ નહીં.