TET/ હાશ! શિક્ષણ વિભાગે છેવટે TETની પરીક્ષા યોજવાની જાહેરાત કરી

દયા કરી પ્રભુ ગિરિધરનાગર, આ કહેવત TET Exam શિક્ષણ મંત્રાલય પર છેવટે ફિટ બેસે છે. છેવટે સરકારે શિક્ષકોની ભરતી કરવાની દિશામાંં પગલાં લેવાનું શરૂ કર્યુ ખરુ. હવે શિક્ષકોની ભરતી થાય ત્યારે ખરી પણ સરકાર હાલમાં તો આ દિશામાં પ્રયાસ કરતી હોવાના ભાગરૂપે શિક્ષક તરીકે નિમણૂક કરવા માટે યોજાતી ટેટની પરીક્ષા યોજવાની જાહેરાત કરી TET Exam દીધી છે. 

Top Stories Gujarat
Tet Exam

ગાંધીનગર: દયા કરી પ્રભુ ગિરિધરનાગર, આ કહેવત TET Exam શિક્ષણ મંત્રાલય પર છેવટે ફિટ બેસે છે. છેવટે સરકારે શિક્ષકોની ભરતી કરવાની દિશામાંં પગલાં લેવાનું શરૂ કર્યુ ખરુ. હવે શિક્ષકોની ભરતી થાય ત્યારે ખરી પણ સરકાર હાલમાં તો આ દિશામાં પ્રયાસ કરતી હોવાના ભાગરૂપે શિક્ષક તરીકે નિમણૂક કરવા માટે યોજાતી ટેટની પરીક્ષા યોજવાની જાહેરાત કરી TET Exam દીધી છે.

શિક્ષકની ભરતી માટે ફરજિયાત TET Exam પાસ કરવી પડતી TET-1 અને TET-2 પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઈ ગયું છે. બંને પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. શિક્ષક બનવા TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા એપ્રિલમાં યોજાશે. TET-1ની પરીક્ષા 16 એપ્રિલ અને TET-2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાશે. ઉલ્લેખનીય છે કે TET-1ની પરીક્ષામાં 87 હજાર વિદ્યાર્થીઓ તેમજ TET-2ની પરીક્ષામાં 2.72 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પહેલા છેલ્લા 2017-18માં TETની પરીક્ષા લેવાઈ હતી. 2018 પછી કોઈ પરીક્ષા યોજાઈ નથી. આ પરીક્ષાના ફોર્મ 21 ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી ભરાયા હતા.

શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને આપી જાહેરાત

શિક્ષક બનવા ઇચ્છતા ઉમેદવારો મહિનાઓથી TET Exam આ પરીક્ષાની  રાહ જોતા હતા.  શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરીને આ મુદ્દે માહિતી આપી છે. કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તા.23/04/2023ના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષામાં TET-1 માટે અં87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

આમ છેવટે સરકાર લાંબા સમય પછી શિક્ષણ ક્ષેત્રે TET Exam ભરતી કરવા સક્રિયતા દાખવી રહી છે. હવે જો સરકાર યોગ્ય ઇરાદો રાખે અને યોગ્ય રીતે પરીક્ષા લઈને તેના પરિણામ મુજબ પૂરતા પ્રમાણમાં ભરતી કરે તો સરકારી શાળાઓમાં શિક્ષણના કથળતા જતા સ્તરને ઊંચે લાવી શકાય તેમ છે. અમુક ખરાબ શિક્ષકોના વાંકે બધા શિક્ષકોને જ દોષિત ન ઠેરવી શકાય. સરકાર આ ઉપરાંત સરકારી સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસીસ શરૂ કરવા જઈ રહી છે તેના માટે પણ તેને નવા અને ટેકનોસાવી ઉમેદવારોની જરૂર પડવાની છે, જેઓ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ અંગેની બેઝિક જાણકારી ધરાવતા હોય. આ નવા શિક્ષકોની ભરતી વિદ્યાર્થીઓને પણ ટેક સેવી બનવાની પ્રેરણા આપશે.

 

આ પણ વાંચોઃ China Cash Reserve Ratio Cut/ ચીનની સ્વતંત્ર નાણાકીય નીતિઃ રોકડ રિઝર્વ રેશિયામાં ઘટાડો કર્યો

આ પણ વાંચોઃ હે ભગવાન!/ સુરતમાં દારૂના નશામાં પાણી સમજી એસિડ પીતા યુવકનું મોત

આ પણ વાંચોઃ નર્મદા/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન