Exam/ શિક્ષા મંત્રીએ JEE Advanced ની પરીક્ષાને લઇને કરી ઘોષણા

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ એ જેઇઇ એડવાન્સ્ડ 2021 ની સંયુક્ત પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. JEE એડવાન્સ્ડ પરીક્ષા આ વર્ષે 3 જુલાઈ 2021 નાં ​​રોજ લેવામાં આવશે…

India
Makar 61 શિક્ષા મંત્રીએ JEE Advanced ની પરીક્ષાને લઇને કરી ઘોષણા

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ એ જેઇઇ એડવાન્સ્ડ 2021 ની સંયુક્ત પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. JEE એડવાન્સ્ડ પરીક્ષા આ વર્ષે 3 જુલાઈ 2021 નાં ​​રોજ લેવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) ની આગામી 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષાઓની તારીખોની ઘોષણા કર્યા પછી આજે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલે 2021 માં યોજાનારી સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઇ) ની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ વખતે આઈઆઈટી ખડગપુર જેઇઇ એડવાન્સ પરીક્ષા લેશે. આ સાથે, શિક્ષણ પ્રધાને વિવિધ ભારતીય તકનીકી સંસ્થાઓ (આઈઆઈટી) માં પ્રવેશ માટેની પ્રક્રિયા અને પાત્રતા સાથે સંબંધિત માહિતી પણ શેર કરી છે. તેમણે માહિતી આપી હતી કે, વિદ્યાર્થીઓની સુવિધા માટે આ વખતે 75 ટકા પાત્રતા માપદંડને પણ નાબૂદ કરવામાં આવેલ છે. પોખરીયાલે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી જેઇઇ એડવાન્સની તારીખની ઘોષણા કરી છે.

પોખરીયાલે જાહેરાત કરી કે, આ વર્ષે જેઇઇ એડવાન્સ્ડનું આઈઆઈટી ખડગપુર દ્વારા આયોજન કરવામાં આવશે. તે 3 જુલાઈ, 2021 નાં ​​રોજ યોજાશે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ વર્ષે 75 ટકા સંખ્યાનાં પાત્રતા માપદંડને દૂર કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, આઈઆઈટીમાં પ્રવેશ માટે ધોરણ 12 માં 75 ટકા નંબર હોવો ફરજિયાત છે, પરંતુ આ વર્ષ તેને દૂર કરવામાં આવેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો