ગુજરાત/ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

ગુજરાતમાં કોરોનાનાં કેસની ગતિ મંદ પડી રહી છે. ત્યારે હવે રાજ્યની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Others
શિક્ષણમંત્રી
  • રાજ્યમાં ધો.6-8 શરૂ કરવા અંગે મોટા સમાચાર,
  • 15મી ઓગસ્ટ બાદ વર્ગો શરૂ કરવા લેવાશે નિર્ણય,
  • કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પ્રતિક્રિયા,
  • કેબિનેટની બેઠકમાં ધો.6-8નાં વર્ગો શરૂ કરવા થઇ ચર્ચા,
  • ધો.9-12નાં ઓફલાઇન વર્ગો શાળામાં યથાવત,
  • રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતાં લેવાઇ શકે છે નિર્ણય

ગુજરાતમાં કોરોનાનાં કેસની ગતિ મંદ પડી રહી છે. ત્યારે હવે રાજ્યની રૂપાણી સરકારે રાજ્યમાં ધોરણ 6થી 8ની શાળા શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. શાળા શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 15મી ઓગસ્ટ પછી આ બાબતે નિર્ણય કરવામાં આવશે.

1 8 શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવા મોટું નિવેદન

આ પણ વાંચો – First Private Luxury Train / 25 અબજના ખર્ચે બનશે પ્રથમ ખાનગી લકઝરી ટ્રેન, જૂઓ તેની ખાસિયતો ફોટા સાથે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબીનેટ બેઠક હવે પૂર્ણ થઇ ગઇ છે. કેબીનેટ બેઠક બાદ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી અને ધોરણ 6 થી 8 વર્ગો શરૂ કરવાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે પત્રકાર પરિષદમાં રાજ્યનાં પાંચ વર્ષ પુરા થવાના ઉપલક્ષ્યમાં યોજાયેલા 9 દિવસના સેવાયજ્ઞ અંગેની માહિતી આપી હતી. વળી તેમણે થોડા દિવસો પહેલા રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઇને કહ્યુ કે, તૌકતે વાવાઝોડામાં રાજ્ય સરકારે અન્ય રાજ્યો કરતા વધુ સહાય આપી છે. તેથી હવે રિ-સરવેની કામગીરી હાથ નહિ ધરાય. ખેડૂતોને સંતોષ થાય તે રીતે બધી કામગીરી કરી છે. રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે નહીં.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે..