Not Set/ “વાયુ” વાવાઝોડું ગુજરાતથી તો ફંટાયુ પણ છોડી ગયુ આ અસર

શરૂઆતથી લઇ અત્યાર સુધીની યાત્રામાં વાયુ વધુ વિનાશક બન્યુ તે હકીકત છે. પહેલા 110 km, બાદમાં 135km અને છેલ્લે 170km સુધીની વિનાશક તાકાત એકત્ર કરી લીઘેલ વાયુની અસરનાં કારણે દ્વારકામાં ગઇ કાલ સવારથી જ ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો હતો. રાજ્યમાં વાયુ વાવાઝોડાની છેલ્લા ઘણા દિવસથી આવવાની વાતો સંભળાઇ રહી હતી, મળી રહેલી તાજા જાણકારી […]

Top Stories Gujarat Others

શરૂઆતથી લઇ અત્યાર સુધીની યાત્રામાં વાયુ વધુ વિનાશક બન્યુ તે હકીકત છે. પહેલા 110 km, બાદમાં 135km અને છેલ્લે 170km સુધીની વિનાશક તાકાત એકત્ર કરી લીઘેલ વાયુની અસરનાં કારણે દ્વારકામાં ગઇ કાલ સવારથી જ ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો હતો. રાજ્યમાં વાયુ વાવાઝોડાની છેલ્લા ઘણા દિવસથી આવવાની વાતો સંભળાઇ રહી હતી, મળી રહેલી તાજા જાણકારી મુજબ હવે વાયુ વાવાઝોડું ફંટાઇ ગયુ છે. પરંતુ તેણે પાછળ ઘણી અસરો છોડી છે. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાનાં શહેરો અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

વાયુ વાવાઝોડું રાજ્યનાં દરીયાઇ કાંઠા વિસ્તારની નજીકથી પસાર થઇને ફંટાઇ ગયું છે. જેના કારણે વાવાઝોડાની અસર વરસાદ સ્વરૂપે ગુજરાતમાં દેખાઇ રહી છે. આજે સવારે ૮.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યનાં ૧૧૪ તાલુકાઓમાં લઘુત્તમ-મહત્તમ અંશે વરસાદ વરસ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાનાં તાલાળામાં સાડા છ ઇંચ અને સુત્રાપાડામાં છ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજયનાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનાં અહેવાલ અનુસાર, આજે સવારે ૮.૦૦ કલાક પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મુશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાનાં કારણે દરિયાઇ કાંઠાનાં સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં ૬૧ તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.  છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે તાલાળા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, ૧૬૦ મી.મી, સુત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે ૧૪૫ મી.મી., વેરાવળમાં ૬૦ મી.મી., કોડીનારમાં ૪૮ મી.મી., ગીર ગઢડામાં ૩૦ મી.મી., ઉનામાં ૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢનાં વંથલીમાં ૮૬ મી.મી., મેંદરડામાં ૭૨ મી.મી., માળીયામાં ૬૯ મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં ૪૫ મી.મી., માંગરોળમાં ૩૭ મી.મી., કેશોદમાં ૩૨ મી.મી., વિસાવદરમાં ૨૪ મી.મી., ભેંસાણમાં ૨૦ મી.મી., માણાવદરમાં ૧૭ મી.મી. વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લાની વાત કરીએ તો, તળાજા તાલુકામાં ૫૭ મી.મી., ઉમરાળામાં ૩૯ મી.મી., પાલીતાણામાં ૩૪ મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં ૩૩ મી.મી., વલભીપુરમાં ૩૦ મી.મી., ગારીયાધારમાં ૨૭ મી.મી., શિહોરમાં ૧૪ મી.મી., ધોધામાં ૧૩ મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાનાં ગઢડામાં ૪૮ મી.મી., રાણપુરમાં ૨૩ મી.મી., બરવાળામાં ૧૯ મી.મી., બોટાદમાં ૧૪ મી.મી., જ્યારે અમરેલી જિલ્લાનાં જાફરાબાદમાં ૪૬ મી.મી., રાજુલામાં ૪૪ મી.મી., ખાંભામાં ૩૫ મી.મી., અમરેલી અને લાઠીમાં ૩૦ મી.મી., સાવરકુંડલામાં ૨૯ મી.મી., વડીયામાં ૨૫ મી.મી., લીલીયામાં ૨૨ મી.મી., ધારીમાં ૨૧ મી.મી. અને બાબરામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાનાં ઉપલેટામાં ૪૨ મી.મી., ધોરાજીમાં ૩૦ મી.મી., જામકંડોરણામાં ૧૭ મી.મી., જેતપુર અને વીંછીયામાં ૧૫ મી.મી., ગોંડલમાં ૧૪ મી.મી., લોધિકામાં ૧૨ મી.મી. વરસાદ વરસ્યો છે.

તાપી જિલ્લામાં સોનગઢમાં ૨૫ મી.મી. અને વ્યારામાં ૧૨ મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત જિલ્લાનાં ચોર્યાસીમાં ૨૧ મી.મી., ઉમરપાડામાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પોરબંદર તાલુકામાં ૧૬ મી.મી., ભરૂચનાં નેત્રંગ તાલુકામાં ૧૬ મી.મી., નવસારીનાં ગણદેવીમાં ૧૬ મી.મી., ડાંગનાં વઘઇ તાલુકામાં ૧૬ મી.મી., સુરેન્દ્રનગરનાં મૂળીમાં ૧૫ મી.મી., છોટાઉદેપુરનાં નસવાડીમાં ૧૫ મી.મી., જામનગરનાં જામજોધપુરમાં ૧૪ મી.મી., દેવભૂમિ દ્વારકાનાં કલ્યાણપુરમાં ૧૪ મી.મી., અમદાવાદનાં ધંધુકામાં ૧૨ મી.મી., નવસારી જિલ્લાનાં જલાલપોર અને નવસારી તાલુકામાં ૧૨ મી.મી. અને આણંદ જિલ્લાનાં તારાપુરમાં ૧૧ મી.મી. વરસાદ પડ્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.