World/ તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

તાલિબાન સાથેની મિત્રતા હવે પાકિસ્તાનને જ મોંઘી પડી રહી છે. પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની સરહદ પર થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક સૈનિકોના મોત થયા છે.

Top Stories World
સૈનિકોના મોત તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન

તાલિબાન સાથેની મિત્રતા હવે પાકિસ્તાનને જ મોંઘી પડી રહી છે. પાકિસ્તાન સાથે અફઘાનિસ્તાનની સરહદ પર થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક સૈનિકોના મોત થયા છે. દરમિયાન, છેલ્લા બે દિવસમાં પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વિસ્તારોમાં સીમાપાર હુમલા અને બોમ્બ વિસ્ફોટોમાં 8 વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓના જીવ ગયા છે અને અન્ય એક ઘાયલ થયો છે.

ડૉન અખબારે પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા વિંગને ટાંકીને કહ્યું કે અફઘાનિસ્તાનની અંદરથી આતંકવાદીઓએ મંગળવાર અને બુધવારની વચ્ચે કુર્રમ જિલ્લામાં બંને દેશો વચ્ચેની સરહદની વાડ ઓળંગવાનો પ્રયાસ કર્યો.

ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ કહ્યું કે પાકિસ્તાની સેનાએ આદિવાસી જિલ્લામાં સરહદ પાર કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો. આ ભારે ગોળીબાર દરમિયાન બે જવાનો શહીદ થયા હતા. આ સિવાય મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન લક્કી મારવતને મિયાંવાલી જિલ્લા સાથે જોડતા વ્યસ્ત રોડ પર થયેલા હુમલામાં ચાર પોલીસ કોન્સ્ટેબલના મોત થયા હતા.

બીજી ઘટનામાં લક્કી નગર પાસે પોલીસ વડા પર હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટરસાઇકલ પર સવાર સશસ્ત્ર લોકોએ પોલીસ વાન પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા. સમાચાર અનુસાર, ઘટના બાદ પોલીસની ટુકડી ઘટનાસ્થળે પહોંચી અને હુમલાખોરોને શોધવા માટે વિસ્તારની શોધખોળ શરૂ કરી.

બુધવારે, ઉત્તર વઝીરિસ્તાન જિલ્લાના ત્રણ જુદા જુદા વિસ્તારોમાં બોમ્બ હુમલામાં બે પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા, અહેવાલમાં જણાવાયું છે. જ્યારે અફઘાન સરહદે બે વિસ્ફોટ થયા હતા જેમાં એક જવાન શહીદ થયો હતો. પહેલો વિસ્ફોટ દેગન વિસ્તારમાં રોડની બાજુમાં થયો હતો જ્યારે બીજો વિસ્ફોટ રાજમક તહસીના ગેરુમ વિસ્તારમાં થયો હતો.

ડ્રગ્સ અને ચેટ્સ / વોટ્સએપ કહે છે કે ચેટ સુરક્ષિત છે, તો NCBના હાથમાં કયાંથી આવી …?

Tips / જો તમારે વિદેશમાં ડ્રાઇવિંગ કરવું હોય તો તમારે લેવું પડશે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, જાણો શું છે પ્રક્રિયા

Technology / Google ને તમારું લોકેશન ટ્રેક કરવાથી કેવી રીતે રોકવું? ચાલો જાણીએ કેટલાક ઉપાય

Technology / સસ્તા લેપટોપ પર કામ કરી રહી છે માઈક્રોસોફ્ટ, વિન્ડોઝ 11 સાથે લોન્ચ કરશે